Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રણછોડનગરમાં પ્લેહાઉસ ચાલુ કરનારા સંચાલકને પોલીસ મથકની હવા ખાવી પડી

રાજકોટ, તા. ૩૧ :  કોરોના મહામારી અંતર્ગત જાહેરનામું હોવા છતાં રણછોડનગરમાં પ્લેહાઉસ ચાલુ કરનારા સંચાલકને બી-ડીવીઝન પોલીસે પકડી કાર્યવાહી કરી હતી.

શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણાએ કોરોના વાયરસની ગાઇડ લાઇનનું કડક પાલન માટે સુચના આપતા બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.બી. કોડીાયત-ર, એ.એસ.આઇ. સલીમભાઇ, અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, પરેશભાઇ, સંજયભાઇ, સિરાજભાઇ જયદીપસિંહ, મિતષભાઇ, વિશ્વજીતસિંહ, નીરવભાઇ, ચાપરાજભાઇ તથા ભાવેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રણછોડનગર-૪ પાસે પહોંચતા લિટલ લોર્ડસ પ્લે હાઉસ આવેલ હોઇ ત્યાં બાળકો અવરજવર કરતા જોવામાં આવતા પ્લેહાઉસમાં અંદર જઇ તપાસ કરતા પ્લેહાઉસ ચાલુ હતું અને બાળકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થતુ ન હોવાનું જણાતા પોલીસે પ્લે હાઉસના સંચાલક કેતન પ્રવિણભાઇ પટેલ (ઉ.વ.૪પ) (રહે. અમીનમાર્ગ તપોવન સોસાયટી)ને પકડી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:12 pm IST)