Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

શહેરમાં વેકસીનેશનની ઝુંબેશ ગતિમાં: વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કોરોના સામે લડવા લોકોમાં ઇમ્યુનીટી વધે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી કોરોના સામે વેકિસન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓને જોડી વેકિસનેશનની સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે આજ તા.૩૧માર્ચના રોજ પી.ડી. માલવિયા ખાતે આહિર કર્મયોગી મંડળ તથા સમગ્ર આહિર સમાજ, રોયલ પાર્ક ખાતે સ્થાનકવાસી જૈન સમાજ, તેમજ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર યુવી કલબ દ્વારા વેકિસનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, પરેશભાઈ કાનાણી, જીતુભાઈ કાટોળીયા, નીરૂભા વાઘેલા, જયાબેન ડાંગર, ચેતનભાઈ સુરેજા, અસ્મિતાબેન દેલવાડિયા, ભારતીબેન પાડલીયા, મંજુબેન કુંગસીયા, કાળુભાઈ કુંગસીયા, હિરેનભાઈ ખીમાણીયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ હુંબલ, રજનીભાઈ ગોલ, પ્રફુલભાઈ કાથરોટીયા, પ્રદિપભાઈ નિર્મળ, તેમજ સંસ્થાના આગેવાનો ચંદ્રકાંતભાઈ શેઠ, વૃષભભાઈ શેઠ, વર્ધનભાઈ હુંબલ, શૈલેષભાઈ ડાંગર, મૌલેશભાઈ ઉકાણી, મહેન્દ્રભાઈ ફળદુ, કાન્તીભાઈ ઘેટીયા, મૌલિકભાઈ દેલવાડિયા, ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, બિપીનભાઈ બેરા, રાજનભાઈ વડાલીયા, નાથાભાઈ કાલરીયા, જે.ડી. કાલરીયા, રાજુભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, મનુભાઈ ટીલવા, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ, ગૌતમભાઈ ધમસાણીયા, ભરતભાઈ ડઢાણીયા, વલ્લભભાઈ વડાલીયા, જીવનભાઈ વડાલીયા, અમિતભાઈ ત્રાંબડીયા, નરેન્દ્રભાઈ સીણોજીયા, સમીરભાઈ ગામી, ભરતભાઈ વરમોરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. યુવી કલબના તમામ હોદેદારશ્રીઓએ તેમજ આહિર સમાજ આગેવાનો, સંસ્થાના હોદેદારોશ્રી તેમજ સ્થાનકવાસી જૈન સમાજ સંઘના હોદેદારો વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવેલ.

(3:13 pm IST)