Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

'ગુરુ'નું પરિવર્તન દરેક રાશિને અસર કરશે

૬ એપ્રિલે ગુરુ ગ્રહ મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે : દેશમાં આર્થિક પ્રગતિ જોવા મળશે : મહામારી પર ભારતની પકડ મજબૂત બનશે

વર્ષ ૨૦૨૧માં ગુરૂ ગ્રહના પારગમન અને પૂર્વવર્તી સ્થિતિ વિશે જણાવીશું. આ વર્ષે તમારી રાશિ પર ગુરૂના સ્થાને પરિવર્તનની અસર પ્રગટ થશે. વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી જ ગુરૂ ગ્રહ  શનિ-શાસન રાશિ એટલે  મકર રાશિમાં ગોચર કરે છે અને મકરથી કુંભ રાશિમાં મંગળવાર, ૬ એપ્રિલના રોજ ૬.૩૦ વાગ્યે પ્રવેશ કરશે. ૧૫ સપ્ટેમ્બર બુધવાર સુધી, ગુરૂનું ગોચર કુંભ રાશિમા રહેશે  ત્યારબાદ તે વક્રી થઇ અને વહેલી સવારે ૪.૨૨ વાગ્યે ફરી એકવાર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ ફરીથી નવેમ્બર ૨૦, શનિવારે સવારે ૧૧.૨૩ વાગ્યે મકર રાશિમાં થઇને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

આવી સ્થિતિમાં, ગુરૂ ગ્રહના પારગમનથી આવતા ફેરફાર વર્ષ ૨૦૨૧ દરમિયાન દરેક રાશિના જાતકો પર જુદી જુદી અસર દર્શાવે છે.

  • મહામારી પર ભારતની પકડ મજબૂત બનશે

   ભારતની કુંડળીનો ઉલ્લેખ કરીને, કુંભ રાશિમાં ગુરૂનું ગોચર, ૧૦માં ભુવનમાંથી પસાર થઇ રહ્યું છે અને  બીજા ભુવનમાં મંગલ જોડે દ્રષ્ટિ સંબંધ ધરાવે છે આ સ્થિતિ દર્શાવે છે કે ભારતનો વિકાસ દિવસેને દિવસે પ્રગતિમા રહેશે.

   આ સમયગાળા દરમિયાન, એટલે કે ૬ એપ્રિલથી ૨૦ જૂન ૨૦૨૧ દરમિયાન, દેશમાં આવકની સ્થિતિના સુધારવાની સંભાવના છે અને જીડીપી રેટમાં પણ સુધારો થઈ શકે છે.

   સરકાર ટૂંક સમયમાં પ્રાઇવેટ સેકટર માટે નવી સ્ટ્રેટેજી રજૂ કરી શકે છે, જેનો તેમને ફાયદો થઈ શકે છે, અને તેમની માટે અનુકૂળ સમય પણ સાબિત થઇ શકે છે.

   આ ઉપરાંત, ઈમ્પોર્ટ-એકસપોર્ટ સેકટરમાં વિશાળ વિસ્તરણ જોવા મળી શકે છે. ટૂંક સમયમાં, હાલની રોગચાળાની સ્થિતી પર ભારતની પકડ પણ સારી થઇ શકે છે.

   ૬ એપ્રિલ, ૨૦૨૧ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી, ગુરૂ કુંભ રાશિમાં નિવાસ કરશે, અને તે આપણા જીવનના તમામ ક્ષેત્રોને અસર કરી શકે છે. જો કે, શુભ ગ્રહ ગુરૂ જાતકને ઇચ્છિત નોકરી, યોગ્ય જીવનસાથી અથવા સારા સ્વાસ્થ્ય પણ આપી શકે છે. જયારે અમુક રાશિ જાતકોને પડકારજનક પરિસ્થિતિનો પણ સામનો કરી શકવો પડે છે. કુંભ રાશિમાં ૨૦૨૧માં ગુરૂના પારગમનની અસરોનું સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે, જાતક ના ચંદ્ર રાશિ પર આધારિત નિકટવર્તી ઘટનાઓનું જયોતિષીય વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

  • ગુરૂનું ગોચર ૨૦૨૧નું બધી રાશિઓ પર પ્રભાવ

વર્ષ ૨૦૨૦ દરમિયાન, આપણે જોયું કે કેવી રીતે ગુરૂએ ભૂતકાળની ઘટનાઓમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, અને ફરી એકવાર એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કુંભ રાશિમાં ગુરૂ ગ્રહના આ ગોચરને સાક્ષી બનવા નજીક છીએ. અહીં આપણે ભૂલસુ નહિ કે ગુરૂ ગ્રહ જૂન ૨૦૨૧ના   મધ્યથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી વક્રી રહેશે અને તેથી જ ગુરૂના આ ગોચરની અસરો જાણવા જયોતિષો અભ્યાસ કરી રહ્યા છે.

     મેષ

મેષ રાશિના વ્યકિતઓ  ૨૦૨૧માં ગુરૂ કુંભ રાશિમા પ્રવેશથી લઇને પસાર થઇ ત્યાં સુધીના ગાળા દરમિયાન સારા દિવસોનો આનંદ માણી શકે છે.

સ્વાસ્થ્ય : જાતકનું સ્વાસ્થ્ય સારૂ રહેવાની સંભાવના છે પરંતુ પગમાં દુખાવો, ઘૂંટણની પીડા અથવા પીઠનો દુખાવો જેવી થોડીક સમસ્યાઓ જોવા મળી શકે છે.

કારકિર્દી : તકનીકી ક્ષેત્રથી સંબંધિત જાતકને નવી તકો મળી શકે છે. જો કે, મેષ રાશિ જાતકો એપ્રિલ અને મે મહિનામાં શેરબજારના યોગ્ય રોકાણોમાં નફો મેળવી શકે છે.

સામાજિક જીવન : તમે તમારા પ્રિયજનો સાથે તમારા અગાઉના બગડેલા સંબંધોને સુધારી શકો છો. તે સિવાય,જાતક તેના જીવનસાથી સાથે પણ સારો સમય વિતાવી શકો છે . આ તબક્કામાં, માતા - પિતા અને વડીલોએ તેમના બાળકો સાથે વધુ અનુકૂળ સંબંધ વિતાવી શકશે.

દરરોજ ઘરની બહાર નીકળતી વખતે કપાળ પર કેસર તિલક લગાવાથી આ સમય વધારે સારો સાબિત થઇ શકે છે.

     વૃષભ

વૃષભ રાશિના લોકો માટે ગુરૂનું પરિવહન ૧૦માં ભુવનમાં રહેશે, અને તે વૃષભ રાશિના જાતક  માટે પણ યોગ્ય સમય રહેશે.

સ્વાસ્થ્ય : આ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત નાના પ્રશ્નો સામે આવી શકે છે. બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું શ્રેષ્ઠ છે. નહિંતર, જાતકને પેટને લગતી સમસ્યા સામે આવી શકે છે.

કારકિર્દી :  વિદ્યાર્થીઓ માટે મે અને જૂનમાં કારકિર્દી સંબંધિત પ્રશ્નો સર્જાઈ શકે  છે. જયારે વ્યાવસાયિક જાતકોને તેમની ઇચ્છિત તકો પ્રાપ્ત કરવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. વ્યવસાયિક આયોજકો અથવા ઇન્વેસ્ટરોને આ તબક્કા દરમિયાન તેમની યોજનાઓને હોલ્ડ પર રાખવાની સલાહ છે. આ સમય નવી યોજનાઓની શરૂઆત માટે યોગ્ય નથી.

સામાજિક જીવન :તંદુરસ્ત લગ્ન જીવન અને સામાજિક જીવન જોડે માણવા દલીલોમાં વ્યસ્ત રહેવાનું ટાળવુ.

ગુરૂવારે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન અર્પણ કરવાથી આ સમય વધારે સારો સાબિત થઇ શકે છે.

     મિથુન

મિથુન રાશિના જાતકો માટે આ સમય સારો સાબિત થશે, ગુરૂનું ગોચર ૯માં ભુવન તરફ ચાલી રહ્યું છે.

સ્વાસ્થ્ય : કુંભ રાશિમાં ગુરૂનું રાશિ પરિવર્તન  કરવું તે સારું સ્વાસ્થ્ય દર્શાવે છે. જો કે, તમારી જાતને બચાવવા માટે ઘરેલું રાંધેલું ખોરાક શ્રેષ્ઠ વિકલ્પ હશે. તેથી, જયારે તમે લાંબા સફર પણ અનુકૂળ પરિણામો આપશે.

કારકિર્દી : ગુરૂ ગ્રહ કારકિર્દી અને નાણાં ક્ષેત્રે પણ સફળતા લાવી શકે છે. સરકારી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એપ્રિલ, મે અને જૂન વધુ ફાયદાકારક રહેશે. માર્કેટિંગ પ્રોફેશનલ્સ તેમના કામના લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે, જયારે મેડિકલ સેકટરથી સાંકડેલાં જાતકોને તેમની કારકિર્દીમાં નવી ઉંચાઈ પ્રાપ્ત થઇ શકે છે.

સામાજિક જીવન : અપરણિત જાતકો માટે સારા લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. જયારે કેટલાક જાતકો ઇચ્છિત  જીવનસાથી સાથે પરણવાની તક પણ મળી શકે છે. નવું મકાન અથવા જમીન ખરીદવા માટેનો આ અનુકૂળ સમય.

ચણાની દાળનું દાન અથવા ચણાની દાળ ગાયને ખવડાવાથી મિથુન રાશિના જાતકો માટે વધુ સારૃં સમય સાબિત થઇ શકે છે.

     કર્ક

ગુરૂનું આ રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે કારકિર્દી, નાણાં અને સંબંધની દ્રષ્ટિએ વધુ યોગ્ય સમય લાવી રહ્યું છે પરંતુ જાતકને સ્વાસ્થ્યને લઈને થોડું ચિંતાજનક સ્થિતિ લાવી શકે છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ સામે આવી શકે છે અને તેથી, જાતકે આરોગ્ય નિષ્ણાતોની સલાહ સમય સર લેવી યોગ્ય રહેશે .

કારકિર્દી : જાતકને કારકિર્દીમાં તમને નોંધપાત્ર પ્રગતિ કરવાની તક મળી શકે છે. નવી નોકરી માટે પણ નવી તકો મેળવી શકે છે. આ સમય જાતકને પાછલા રોકાણોથી નફો મેળવવામાં મદદ મળી શકે. જો જાતક રોકાણો કરવા ઈચ્છા હો, તો નાણાકીય સલાહકારની મદદ લાભદાયી સાબિત થઇ શકે છે.

સામાજિક જીવન : પરણિત જાતકો  જીવનસાથી સાથે સારો સમય માણી શકે છે. ઉપરાંત, કુંભ રાશિમાં ગુરૂ તમારા ભાઈ-બહેન અને પિતરાઇ ભાઈઓ સાથેના સંબંધો માટે યોગ્ય સમય છે.

ચણાની દાળ અથવા લીલા શાકભાજી ગાયને ખવડાવાથી આ સમય વધારે ફાયદા કારક સાબિત થઇ શકે છે.

     સિંહ

સ્વાસ્થ્ય : તમે જુલાઈ અને ઓગસ્ટમાં સ્વાસ્થ્યની થોડી મુશ્કેલીઓ અનુભવી શકો છો. તે સિવાય, તમે રાશિ પરિવર્તન  દરમિયાન સામાન્ય આરોગ્ય જાળવી રાખવાનું ચાલુ રાખી શકો છો. જેમ કે ધ્યાન, સામાન્ય કસરત.

કારકિર્દી : જાતકને કાર્યમાં નિષ્ઠાવાન પ્રયાસો તમને ટૂંક સમયમાં લક્ષ્ય પૂર્ણ કરવામાં સહાય કરી શકે છે. વિદ્યાર્થીઓ એપ્રિલ-મેમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા વિદેશમાં જઇ શકે છે. રોકાણકારો માટે શેરબજારમાં રોકાણ કરવાનું સલાહભર્યું નથી.

સામાજિક જીવન : પરણીત જોડાઓ એ દલીલો ટાળવા પ્રયાસ કરવા.

પીપળાના ઝાડને સ્પર્શ કર્યા વિના દર ગુરૂવારે પાણી અર્પણ કરવાથી સમય લાભદાયી સાબિત થઇ શકે છે.

     કન્યા

સ્વાસ્થ્ય : તમે સ્વાસ્થ્યમા તકલીફ, કારકિર્દી સંઘર્ષ અથવા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. જાતકને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. બાકી, એપ્રિલથી જૂન સુધી તમે ગેસ સંબંધિત મુશ્કેલીઓ, સામાન્ય શરદી અથવા આંતરડાની સમસ્યાઓનો સામનો કરી શકો છો.

કારકિર્દી : વ્યવસાયિક જાતકોએ ઉતાવળમાં પગલાં ના લેવા. લાંબા ગાળાના રોકાણ માટે વિચારી રહેલા જાતકો એ  ફકત ૩જી જૂનથી ૭મી જુલાઈ સુધીની તારીખો ધ્યાનમાં લેવી જોઈએ.

સામાજિક જીવન : પરણિત જાતકો એ દલીલો ટાળવી. સામાજિક જીવનમા પણ દલીલો ટાળવી.

ગુરૂવારે ગૌમાતાને ગોળ અને ઘઉં ખવડાવાથી સમય યોગ્ય રહેશે.

     તુલા

સ્વાસ્થ્ય : જાતક એ સારી ઊંઘ અને યોગ્ય આહારથી પોતાનું સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાનું જરૂરી છે. ઘરેલું ભોજન વધુ પાણી પીવાનું આ સમયમાં યોગ્ય રહેશે.

કારકિર્દી : માર્કેટીંગ સાથે સંકળાયેલા જાતકો પાસે તેમનું કાર્ય પૂર્ણ કરવા માટે વધુ વ્યવસાયિક યાત્રાઓની તક મળી શકે છે . નવી નોકરી માટે પ્રયત્નો વ્યર્થ થઈ શકે છે પરંતુ જો તમે પ્રયત્ન કરતા રહો તો તમને મે-જૂનની આસપાસ સફળતા મળી શકે છે. શેરબજારના રોકાણકારો નફો મેળવી શકે છે પરંતુ ટૂંક સમયમાં બિનજરૂરી ખર્ચ ટાળવા.

સામાજિક જીવન : લગ્ન જીવનના સંદર્ભમાં, ગુરૂ ના રાશિ પરિવર્તનથી ઓગસ્ટ મહિના સિવાય સમય યોગ્ય નથી જેથી બને ત્યાં સુધી દલીલો ટાળવી.

ઘઉંના લોટના  પિંડ પર  હળદરનું  તિલક લગાવી અને ગાયને નિયમિત ખવડાવાથી મુશ્કેલીઓ ટાળી શકે છે.

     વૃશ્ચિક

સ્વાસ્થ્ય : ગેસ, એસિડિટી જેવા સ્વાસ્થ્ય માટેના કેટલાક મુદ્દાઓ જોઇ શકાય છે. જયારે પેટમાં દુખાવો જેવી સામાન્ય પરિસ્થિતિઓ સામે આવી શકે છે. વડીલ જાતકો એ ખાસ ધ્યાન રાખવું.

કારકિર્દી : વૃશ્ચિક રાશિવાળા જાતકોને અભ્યાસ માટે વિદેશ જવાની તકો મળી શકે છે. વ્યવસાયિક કામદારોને કામમાં વધુ મુશ્કેલીઓ મળી શકે છે, જે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. નાણાકીય સલાહકારની સલાહ લીધા પછી જ તમને રોકાણની યોજનાઓને અમલમા મૂકવું. ભાગીદારીના વ્યવસાય મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકે છે.

સામાજિક જીવન : અપરણિત લોકો માટે એપ્રિલ અથવા જૂન મહિનામાં લગ્ન જીવન માટે સારા પગલા લઇ શકે છે. જેમ કે કુંભ રાશિમાં ગુરૂનું રાશિ પરિવર્તન તમને નવા સંબંધો વિકસાવવામાં મદદ કરી શકે છે.

ઉત્તમ કક્ષાનો પોખરાજ એટલે કે ગુરૂનો રત્ન ધારણ કરવાથી આ સમય લાભદાયી રહી શકે છે. (નિષ્ણાંત જયોતિષની સલાહ અનિવાર્ય છે.)

     ધન

સ્વાસ્થ્ય : જાતકને તમારા સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. બાળકોને ગળામાં દુખાવો થઈ શકે છે.

કારકિર્દી : વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં પાસ થવા માટે વધુ માત્રામા મહેનતની જરૂર પડી શકે છે. કુંભ રાશિમાં ગુરૂનું રાશિ પરિવર્તન તમને તમારી કારકિર્દીના પ્રોગ્રેસ માટે પ્રેરિત કરે છે. નાણાંની દ્રષ્ટિએ, નાણાકીય યોજના બનાવતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ.

સામાજિક જીવન : અપરણિત જાતકોને તેના જીવનસાથી મળી શકે છે અને સામાજિક જીવનને લગતા લોકો જેમ કે મિત્રો સાથે પણ સારા સમય પસાર થઇ શકે છે.

ઉત્તમ કક્ષાનો પોખરાજ એટલે કે ગુરૂનો રત્ન ધારણ કરવાથી આ સમય લાભદાયી સાબિત થઇ શકે છે. (નિષ્ણાંત જયોતિષની સલાહ અનિવાર્ય છે.)

     મકર

સ્વાસ્થ્ય : મકર રાશિના જાતકને સ્વાસ્થ્યની નાની મુશ્કેલીઓ અને મુસ્કયુલર પેન થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી જરૂરી છે.

કારકિર્દી : વ્યવસાયિક કામદારોને બોઉન્ટી જેવા લાભ  મળી શકે છે. જયારે, જોબ શોધનારાઓને તેમનું નવું કાર્યસ્થળ મળી શકે છે. જો કે, શેરબજારમાં રોકાણ અથવા સંપત્તિ રોકાણો કરવાનું સલાહભર્યું નથી.

સામાજિક જીવન : આ ઉપરાંત મકર રાશિના જાતકો સામાજિક સંબંધોમાં હિચકીનો અનુભવ કરી શકે છે. તમને તમારા સાથીઓ અને ભાઈ-બહેન સાથેના સંબંધોનું ધ્યાન રાખવું દલીલો ટાળવી.

જરૂરિયાત મંદોને પીળા ભાત અથવા ખીચડી ખવડાવાથી સમય સારો રહેશે.

    કુંભ

ગુરૂનો થોડો આશીર્વાદ પણ કુંભ રાશિના વ્યકિતઓ માટે અજાયબીઓ કરશે. આ તબક્કો તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ન હોય શકે પરંતુ તે તમારી કારકિર્દી, નાણાં અને સંબંધોના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમને મદદ કરીને અંતર ભરે છે.

સ્વાસ્થ્ય : હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલા કુંભ રાશિવાળા જાતકો એ જો શકય હોય તો લાંબી મુસાફરી ટાળવી. જો કે, યુવાનો માટે સંપૂર્ણ સક્રિય અને સ્વસ્થ રહેવાની સંભાવના છે.

કારકિર્દી : સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ તબક્કામાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકે છે. જે જાતકો વ્યવસાયના ધોરણથી મુસાફરી કરે છે  તે જાતકો માટે એપ્રિલથી જુલાઈ દરમિયાન અપેક્ષિત સફળતા અથવા પગાર વધારો મળી શકે છે. ઉપરાંત, શેરબજારના રોકાણકારો માટે પણ સારો સમય સાબિત થઇ શકે છે . પરંતુ, આ સમયે ઉતાવળા નિર્ણયો લેવાનું ખાસ ટાળવું યોગ્ય રહેશે.

સામાજિક જીવન : પરણિત જાતકો ઉત્તમ સમયસારો રહેશે. અપરણિત જાતકો આગામી મહિનાઓમાં તેમના જીવનસાથીને મળી શકે છે તેવા પણ યોગ સર્જાઈ છે. બાકી સામાજિક જીવન સારૃં રહેશે.

ગુરૂવારે જરૂરી વિદ્યાર્થીઓને અભ્યાસની સામગ્રી પ્રદાન કરવાથી સમય સારો રહેશે.

     મીન

સ્વાસ્થ્ય : આરોગ્યની રીતે જોયે તો, ઘણા જાતકોને પેટમાં દુખાવો, બ્લડપ્રેશરની સમસ્યા, યુરીનની તકલીફ અથવા મુસ્કયુલર પાઈનથી પીડાઈ શકે છે. મીન જાતકોને બને ત્યાં સુધી ભીડવાળી જગ્યાઓ પર ૮મી એપ્રિલથી ૧૫ મે ૨૦૨૧ સુધી જવાનું ટાળો.

કારકિર્દી : કુંભ રાશિમાં ગુરૂના પરાગમનના સમયગાળા દરમિયાન, ઉદ્યોગપતિઓ ધન લાભ મેળવશે અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. ઉપરાંત, મીન રાશિવાળાઓ  જાતકોએ એપ્રિલ, મે અને જૂન મહિનામાં પૈસા ખર્ચ પરનું નિયંત્રણ ગુમાવી શકે છે.

સામાજિક જીવન : મીન રાશિના જાતકો માટે આ સમય ગાળો એક ધોરણથી સારો રહેશે પરંતુ બને ત્યાં સુધી દલીલો ટાળવી અને શાંતિથી સમય વિતાવો.

પ્રતિદિન ગુરૂના બીજ મંત્રનો જાપ કરો 'ઁ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરુવે નમઃ'  તમને સારા પરિણાઓ અપાવી શકે છે.

(તમામ વિગતો વૈદિક જયોતિષ શાસ્ત્રને આધારિત છે. તમામ જાતકોને પોતાની કુંડળીમાં સ્થિત ગ્રહો, ગ્રહોની યુતિઓ, મહા દશા, અંતર-દશા વગેરેને આધારિત પરિણામો મળે છે.)

  • દરેક રાશિ પર ગુરુની અસર
  1. મેષ  અનુ કૂળ
  2. વૃષભ  પડકારજનક
  3. મિથુન  અનુ કૂળ
  4. કર્ક   અનુ કૂળ
  5. સિંહ  અનુ કૂળ
  6. કન્યા મધ્યમ
  7. તુલા મધ્યમ
  8. વૃશ્ચિક  મધ્યમ
  9. ધન  અનુ કૂળ
  10. મકર પડકારજનક
  11. કુંભ  અનુ કૂળ
  12. મીન મધ્યમ

-: આલેખન :-

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટ

મો.૯૫૩૭૩ ૪૨૮૪૫

(મળવા માટે સમય લેવો)

(3:18 pm IST)