Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટ-દિલ્હી-સરાઇ રોહિલ્લા અને રાજકોટ-રીવા વચ્ચે ખાસ ટ્રેન દોડશે

રાજકોટ-પોરબંદર વચ્ચે અનરિઝર્વડ એકસપ્રેસ ૪ એપ્રિલથી

રાજકોટ તા.૩૧ : મુસાફરોની સુવિધા માટે રાજકોટ-દિલ્હી-સરાય રોહિલ્લા અને રાજકોટ-રિવા વચ્ચે રિઝર્વડ સ્પેશયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહ્યાનું ડિવીઝનલ કોમર્શીયલ મેનેજર અભિનવ જૈકૂએ જણાવ્યું છે  આ ઉપરાંત ૪ થી એપ્રિલથી રાજકોટ-પોરબંદર વચ્ચે અનરિઝર્વડ એકસપ્રેસ ટ્રેન શરૂ થઇ રહી છે.

ટ્રેન નં. ૦૯પ૭૯- રાજકોટ- દિલ્હી-સરાય રોહિલ્લા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ એકસપ્રેસ દરેક ગુરૂવારે બપોરે ર.પ૦ વાગ્યે રવાના થઇ બીજે દિવસે ૧૦.૧૦ વાગ્યે દિલ્હી-સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન ૧પમી એપ્રિલથી નવી સુચના સુધી ચાલુ રહેશે. આવીજ રીતે દિલ્હી-સરાય રોહિલ્લા રાજકોટ સાપ્તાહિક ટ્રેન નં. ૦૯પ૮૦ દર શુક્રવારે સરાય રોહિલ્લાથી બપોરે ૧.ર૦ વાગ્યે રવાના થઇ બીજા દિવસે ૯ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૧૬મી એપ્રિલથી શરૂ થશે. ટ્રેન બન્ને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના મારવાડ, બ્યાવર,  રાજકોટ, કિશનગઢ, જયપુર, ગાંધીનગર, જયપુર, દૌસા, બાંદીકુઇ, જંકશન, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્દ્ર સ્ટેશનો ઉપર રોકાશે. ટ્રેનમાં ર-૩ ટાયર એસી. શ્યનયાન અને સેકન્ડ કલાક સીટીંગ કોચ હશે.

આ ઉપરાંત ટ્રેન નં. ૦૯ર૩૭ અને ૦૧-ર૩૮ રાજકોટ-રીવા અને કરીયા-રાજકોટ સ્પેશ્યલ એકસપ્રેસ દર રવિાવરે બપોરે ૧.૪પ વાગ્યે રાજકોટથી ઉપડી બીજા દિવસે સાંજે પ.૧પ વાગ્યે રીવા પહોંચશે.  આ ટ્રેન ૧૧ એપ્રિલથી શરૂ થશે. વળતી ટ્રીપ ટ્રેન નં.૦૯ર૩૮ રીવા-રાજકોટ દર સોમવારે રાત્રે ૮.પપ વાગ્યે રીવાથી ઉપડી બીજા દિવસે રાત્રે ૧૦.૪૦ વાગ્યે બીજા દિવસે રાત્રે ૧૦.૪૦વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૧રમી એપ્રિલથી શરૂ થશે. આ ટ્રેન બન્ને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદરબાર, અરાલનેટ, જલગાંવ, ભુસાવળ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, પીપરીયા, નરસિંહપુર, જબલપુર,  કટની મેહર, અને રાતના સ્ટેશનો ઉપર રોકાશે.

રાજકોટ-પોરબંદર

વધુ માહિતી મુજબ ટ્રેન નં. ૦૯પ૭૧ અને ૦૯પ૭ર રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ અનરિઝર્વડ એકસપ્રેસ સ્પેશ્યલ  ૪ એપિરલથી શરૂ થશે. ટ્રેન સવારે ૭ વાગ્યે રાજકોટથી ઉપડી બપોરે ૧૧.૩પ વાગ્યે પોરબંદર પહોંચશે. અને પોરબંદરથી બપોરે ર.૩૦ વાગ્યે ઉપડી રાજકોટસાંજે ૬.૪૦ વાગ્યે પહોચશે.

રાજકોટ-રીવા ટ્રેનનું બુકીંગ રજી એપ્રિલથી અને રાજકોટ-દિલ્હી-સરાય રોહિલ્લા ટ્રેનનું બુકીંગ ૪ એપ્રિલથી શરૂ થશે.

(3:19 pm IST)