Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

આજી રિવરફ્રન્ટને પ્રાધાન્ય : ઇલેકટ્રીક બસ-કાર દોડવા લાગશે : ઉદિત અગ્રવાલ

બજેટમાં સુચવેલ યોજનાઓ એપ્રિલથી જ હાથ ધરાશે

રાજકોટ, તા., ૩૧: બજેટમાં સુચવાયેલ યોજનાઓ દિવાસ્વપ્નો સમાન હોય છે તેવું મેણું ભાંગવા મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે એપ્રીલનાં પ્રારંભથી જ બજેટમાં સુચવાયેલ કામો શરૂ કરાવી દેવાનું આયોજન ઘડયું છે.

શ્રી અગ્રવાલનાં જણાવ્યા મુજબ આ વર્ષે આજી રીવર ફ્રન્ટની કામગીરી આગળ ધપાવવા ઇન્ટર સેપ્ટર લાઇનનું કામ પુર્ણ કરવા તથા યોજના માટેનું એન્કવાયરોમેન્ટ  કલીયરન્સ સર્ટી મેળવવાની કામગીરી ઝડપથી પુર્ણ કરાશે.

બે-ત્રણ દિવસમાં જ ઇલેકટ્રીક બસ દોડશે

આ ઉપરાંત આગામી સપ્તાહ બાદ ક્રમશઃ પ૦ જેટલી ઇ-બસ દોડાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

આ માટે સૌ પ્રથમ ટ્રાયલ બસ દિલ્હીથી નિકળી ગઇ છે. જે બે-ત્રણ દિવસમાં જ આગામી શહેરનાં રસ્તાઓ ઉપર દોડવા લાગશે. ત્યાર બાદ પછીના સપ્તાહમાં તબક્કાવાર પ૦ જેટલી ઇ-બસો રાજકોટને મળવા લાગશે.

વધુ ૧૦૦ બસ માટે ટેન્ડર

જયારે પછીનાં તબક્કામાં ૧૦૦ ઇ-બસ ખરીદવા માટે એપ્રિલ મહીનામાં જ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઇલેકટ્રીક કાર કમિશ્નર-મેયરને આપવા વિચારણા

આ ઉપરાંત બજેટમાં ૬ ઇલેકટ્રીક કાર ખરીદવા જોગવાઇ કરાઇ છે. તે પૈકીની ઇલેકટ્રીક કાર મેયરશ્રી તથા મ્યુ. કમિશ્નરને આપવા વિચારણા ચાલી રહી છે. કેમ કે શહેરમાં સાઇટ વિઝીટ વગેરે કામ માટે આ કાર અત્યંત ઉપયોગી રહેશે.

હોર્ડીંંગ્સની હરરાજી

આ ઉપરાંત બજેટમાં જાહેરાત હોર્ડીંગ્સની આવકની જોગવાઇ માટે હવેથી હોર્ડીંગ્સ બોર્ડની પણ ઓનલાઇન હરરાજી (ઇ-ઓકશન) કરવા વિચારાઇ રહયું છે.

આમ નવા બજેટનાં કામોનો પ્રારંભ એપ્રીલથી જ કરવા તંત્રનું આયોજન છે.

(3:57 pm IST)