Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

શુક્ર-શનિ સોની બજારમાં વેકસીનેશન કેમ્પ

રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને સોની સમાજ દ્વારા આયોજન : મહિલા રસીકરણ કરાવશે તેને સોનાની ચૂંક ભેટ અપાશે : સોની સમાજ સહીત તમામ જ્ઞાતિજનોને લાભ લેવા અપીલઃ નામ નોંધણી

રાજકોટ, તા., ૩૧: ગુજરાતમાં કોરોના બુલેટ ગતીએ બેકાબુ બની વધી રહયો છે. રોજે રોજ કેસ વધતા જાય છે. ગુજરાત સરકાર કોરોના સામે સુરક્ષીત થવા માટે વેકસીનેશન ઝુંબેશને ગતી આપી રહી છે. ખાસ કરીને મોટા શહેરોમાં સ્થાનીક મ્યુનિ. કોર્પોરેશન તથા સરકારી આરોગ્ય વિભાગ તરફથી અનેક જગ્યાએ સામાજીક સંસ્થાઓના સહયોગથી વેકસીનેશન કેમ્પોનું આયોજન કરી રહી છે. ત્યારે રાજકોટનો સોની સમાજ તેમાં સહયોગી બની સર્વે જન સમુદાયને કોઇ પણ જ્ઞાતિબાધ વગર કોરોના સામે વેકસીનેશન આપી સુરક્ષીત કરવા આગામી તા.ર એપ્રિલ શુક્રવાર તથા ૩ એપ્રિલ શનીવાર સવારના ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી બંને દિવસે શ્રી કિશોરસિંહજી પ્રાથ. શાળા કોઠારીયા નાકા, સોની બજાર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં ૪પ વર્ષથી મોટી ઉંમરના કોઇ પણ જ્ઞાતિના ભાઇ-બહેન લાભ લઇ શકશે.

આ કેમ્પ અંગે સોની સમાજના અગ્રણી અરવિંદભાઇ પાટડીયાની યાદી જણાવે છે કે વેકસીન મુકાવનારને સોની સમાજ તરફથી ગીફટ આપવામાં આવશે તેમજ કોઇ મહિલા વેકસીન મુકાવશે તો તેને સોનાની ચુંક આપવામાં આવશે.

તા. ર શુક્રવારે સવારે ૯ કલાકે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રી મધુસુદન લાલજી (શ્રી રૂચીરબાવા) મહોદય શ્રી ચરણાટ હવેલી (પ્રહલાદ પ્લોટ) કેમ્પનું દિપ પ્રાગટય કરશે.

આ કેમ્પમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના નિષ્ણાંત મેડીકલ સ્ટાફ રસીકરણ માટે સેવા આપશે. વ્યવસ્થાના ભાગરૂપે વેકસીન લેનાર અગાઉથી નામ નોંધાવશે તો સરળતા રહેશે. જેથી નામ નોંધણી માટે (૧) અરવિંદભાઇ પાટડીયા-મો.૭૦૧૬૪ પર૬૧૧ (ર) હસમુખભાઇ આડેસરા-મો.૯૮ર૪પ ૧પ૦૦પ (૩) રવી રાણીંગા-મો. ૯૪ર૬ર૬૭૧૫૯ (૪) કૈલાસભાઇ રાજપરા-મો. ૯૮ર૪૮ ૮૯૯૪પ નો સંપર્ક સાધવો.

સોની સમાજના કોર્પોરેટર હાઉસીંગ ઇમ્પ્રુ. સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષાબેન રાણપરા, ચીમનભાઇ લોઢીયા, અશોકભાઇ ઝીંઝૂવાડીયા (રાધિકા જવે.), મહેશભાઇ લોઢીયા (એડન. ઇલેકટ્રો), ધીરૂભાઇ સાગર, દિનુમામા, ભાયાભાઇ સાહોલીયા (વી. જી. હોલમાર્ક), પ્રભુદાસભાઇ પારેખ (શિલ્પા લાઇફસ્ટાઇ), અરવિંદભાઇ પાટડીયા (બંસરી જવે.), વિનુભાઇ પારેખ, હસુભાઇ રાધનપુરા (પંકજ જવે.), મનુભાઇ એ-વન, અશોકભાઇ સોની (જે. પી.), જયેન્દ્રભાઇ રાણપરા (જી. ખુશાલદાસ જવે.), વિરેનભાઇ (એચ. પરસોતમદાસ), રમેશભાઇ ધકાણ (તંત્રી લોક ફરીયાદ), નલિન ઝવેરી, પી. આર. ધોળકીયા (સીએ) રમેશભાઇ સાહોલીયા (મધુરમ), મધુભાઇ બારભાયા (સોની સમાજના સીનીયર પત્રકાર), સુરેશભાઇ પારેખ (એએનઆઇ), અશ્વિનભાઇ રાણપરા(અકિલા), રજનીભાઇ કાત્રોડીયા,  ભાસ્કરભાઇ ચરાડવા (ડેપ્યુ.  મામલતદાર), દિલીપભાઇ આડેસરા, વિનુભાઇ વઢવાણા, અજયભાઇ ફીચડીયા, કમલેશભાઇ ધોળકીયા, મુકેશભાઇ ભુવા, એઙ મનીષભાઇ પાટડીયા, જમનભાઇ (સમ્રાટ), અંતુલભાઇ સોની, ચુનીલાલ દુર્લભજી (અમદાવાદ), જયંતીભાઇ લુણસરવાળા, ચંદુલાલ શાંતિલાલ, છબીલદાસ રાણપરા, હસુભાઇ અળાવાળા, મિલનભાઇ રાણપરા, જનુભાઇ પારેખ, મોહનલાલ મથુરાદાસ, રાજેશ ફીચડીયા, નિખીલભાઇ બારભાયા, મહેન્દ્રભાઇ (કે. ડી), હરેશભાઇ સોહન, વાડીલાલ મોહનલાલ, મેહુલ ભગત, રવિ રાણીંગા, ગૌરવ રાધનપુરા, ડો. દિનેશ રાધનપુરા, દિનેશભાઇ શિવલાલ, હરકિશનભાઇ મીનાવાલા, રસિકભાઇ વાગુદડવાળા, ગોપાલભાઇ (પોપ્યુલર), કમલેશભાઇ આડેસરા (શ્રી કૃષ્ણ જવે.), હિતેષભાઇ ચોકસી, ડેનિશ આડેસરા, કે. વી. ફીચડીયા, ભરતભાઇ જે. પી. કિશોરભાઇ (પી. એમ.), વિશાલ માંડલીયા, ભુપેન્દ્રભાઇ અળાવવાળા, દિવ્યેશભાઇ પાટડીયા, દિપકભાઇ આડેસરા, મુકેશભાઇ રાધનપુરા, સુબોધતભાઇ રાધનપુરા, જીજ્ઞેશ ફીચડીયા, ધર્મેશભાઇ પારેખ, મુકેશભાઇ ગુંસાણી, ગોકલેશ આડેસરા, મનિષભાઇ કે. પાટડીયા, રાજકુમાર કુકડીયા, મયુર મઘડીયા, નિતેશભાઇ (કુમ કુમ જવે.), તેજસ આડેસરા, દિપક ત્રિભોવનદાસ, હસુભાઇ સી. પાટડીયા, રાજુભાઇ બરાર, નયન રાણપરા, વિનુભાઇ ફીચડીયા, અશ્વિન વવાણીયા, અનુપમભાઇ વેડીયા, ચંદ્રેશભાઇ ફીચડીયા, માધવ હડાળાવાળા, નલીન ઢોલરા, અતુલ વેડીયા, ધીરેન લાલુભાઇ, ગુણવંત આડેસા, પી. પી. પારેખ, અશોકભાઇ ધ્રોલ, ધર્મેશભાઇ (ફોટોગ્રાફર), પંકજ રાણપરા (શ્રીનાથજી), મથુરદાસ ધંધુકીયા, નયનભાઇ ઝીંઝૂવાડીયા, મુકેશભાઇ લાઠીગરા, રાજુભાઇ ધોળકીયા, જયેશભાઇ ગેરીયા, જીતુભાઇ લાઠીગરા, વિજયભાઇ (મંગલસુત્ર), હસુભાઇ પીઠડવાળા, મહેન્દ્રભાઇ પીઠડવાળા, શાંતિલાલ પારેખ (આર્ય), વિજય વાગડીયા (સગુન), જગાભાઇ (ચાંદની), પ્રવિણભાઇ પાટડીયા, હરૂમામા, જમનભાઇ સમ્રાટ, ભરતભાઇ આડેસરા (ધ્રોલ), અભયભાઇ ફીચડીયા, ગીરીશભાઇ પીતામ્બરભાઇ, રાજુભાઇ કેશીયાવાળા, પ્રવિણભાઇ પારેખ (મોતીવાલા), જીતુભાઇ પડધરી, કનુભાઇ પાટડીયા, રમેશભાઇ મહેતાજી, મિલન પાટડીયા (શ્રી ગ્રુપ), મહેન્દ્રભાઇ રાજપરા, ચંપાબેન માંડલીયા, લતાબેન રાણપરા, ભારતીબેન રાણપરા, પ્રફુલાબેન સોની, જુલીબેન લોઢીયા, નિશાબેન રાણપરા, હસુમતીબેન પારેખ, હિનાબેન વાગડીયા, અરૂણાબેન આડેસરા તથા હિરલબેન રાણપરા વિગેરે આગેવાનોએ સોની સમાજ તથા સર્વે સમાજને કોરોના સામેની રસી (વેકસીન) મુકાવવા અપીલ કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)