Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

વેરા શાખાની લાલ આંખઃ ૩૩ મિલ્કત સીલ તથા ૪૩ને જપ્તી નોટીસની કાર્યવાહી

આજે પ૪.૬પ લાખની વસુલાતઃ આજે ત્રણેય ઝોન કચેરીના સીવીક સેન્ટર પર સાંજે ૭.૩૦ વાગ્યા સુધી વેરો સ્વીકારાશે

રાજકોટ, તા., ૩૧: મ્યુ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના અંતિમ દિવસે બાકી વેરો વસુલવા ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં ૩૩ મિલ્કતો સીલ તથા ૪૩ મિલ્કતોને જપ્તીની નોટીસની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે રૂ.૫૪.૬૫ લાખની આવક થવા પામી છે. આજે તા.૩૧ માર્ચના સાંજે ૭.૩૦ વાગ્યા સુધી ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવશે.

આ અંગે તંત્ર સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરા વસુલાતની ઝુંબેશ અન્વેય

સે.ઝોન દ્વારા ૧૧ -મિલ્કતોને સીલ, ૧૪ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રૂ. ૧૯.૦૫ લાખ, વેસ્ટ ઝોન દ્વારા ૧૪- મિલ્કતોને સીલ, ૧૭ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રૂ. ૧૬.૦૦ લાખ તથા ઇસ્ટ ઝોન દ્વારા ૮ - મિલ્કતોને સીલ, ૧૨-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રૂ. ૧૯.૬૦ લાખ સહિત કુલ ૩૩ મિલ્કતોને સીલ તથા ૪૩-મિલ્કતોને જપ્તી નોટીસની કાર્યવાહી કરવામાં આવી હતી. પ૪.૬પ લાખની વસુલાત થવા પામી હતી.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરશ્રીઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર શ્રી કગથરા, સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:05 pm IST)