Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટ રિજિયોનલ વેક્સીન સેન્ટર ખાતે કોવિશીલ્ડના ૧,૭૮,૫૦૦ તથા કોવેક્સિનના ૪૫,૬૪૦ ડોઝ ઉપલબ્ધ

રાજકોટ તા. ૩૧ માર્ચ. રાજકોટ રિજિયોનલ વેક્સીન સેન્ટર ખાતે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને રાજકોટ શહેર તથા જિલ્લાની વેક્સીન સ્ટોર કરવામાં આવે છે.

સેન્ટર ખાતેથી જુદા જુદા સેન્ટર પર જરૂરિયાત મુજબ વેક્સીન ડીટ્રીબ્યુટ કરવામાં આવે છે. તા. ૩૦ માર્ચની સ્થિતિએ રિજિયોનલ વેક્સીન સેન્ટર ખાતે કોવિશીલ્ડના ૧,૭૮,૫૦૦ અને કોવેક્સિનના ૪૫,૬૪૦ ડોઝ ઉપલબ્ધ છે.

રાજકોટ શહેર તેમજ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ ૨૯,૮૧૦ કોવિશીલ્ડ વેક્સીન ઉપલબ્ધ છે. જયારે જિલ્લામાં કોવિશીલ્ડના ૩૮,૨૧૦ ડોઝ અને કોવેક્સિનના ૧૬૩૦ ડોઝ ઉપલબ્ધ હોવાનું વિભાગીય નિયામક ડો.  રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે. 

(9:28 pm IST)