Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કાલથી ૪પ વર્ષથીવધુ વયના બધાને કોરોના રસી નિઃશુલ્‍ક અપાશે એનજીઓને મેગા કેમ્‍પનું આયોજન કરવા આરોગય તંત્ર દ્વારા વિનંતી કરાઇ

રાજકોટ તા.૩૧ : કાલથી ૪પ વર્ષથી વધુ વયના બધા જ ને કોરોના રસી નિઃશુલ્‍ક એન.જી.ઓને મેગા કેમ્‍પનું આયોજન કરવા આરોગ્‍ય તંત્ર દ્વારા વિનંતી કરાઇ છે.

આ અંગેની વધુ વિગતો જોઇઅે તો.  

કોરોના સંક્રમણથી બચવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા           તા. ૧-૪-૨૦૨૧ થી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે આ રસી વિના મૂલ્યે આપવામાં આવશે.

        કોરોનાની રસી લેવાથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય છે. તેથી આવા માનવ સેવાના ભગીરથ કાર્યમાં જો કોઈ સમાજ સેવી સંસ્થા સેવા કરવા માંગતી હોય, પોતાના સમાજના મેગા કેમ્પ કરવા માંગતી હોય તો તાલુકા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પની તારીખ નક્કી થયે પોતાના સમાજના કે અન્ય ૪૫ વર્ષ થી વધુ ઉંમરના ૧૦૦ થી ૨૦૦ અથવા વધુ ને વધુ નાગરિકો લાભ લે તેવું આયોજન કરવાનું રહેશે. 

રસી લેવા માટે ક્યાં ? કઈ રીતે ? નામ નોંધાવવું ?

આ વેક્સિન મેળવવા લાભાર્થીએ સરકારશ્રીની કોવિન ૨.૦ પોર્ટલ ઉપર, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પેટા આરોગ્ય કેન્દ્રો,  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, અને સરકારી હોસ્પિટલો  ખાતે રજીસ્ટ્રેશન કરવી શકાય છે. અથવા સ્થાનિક આશા / આરોગ્ય કર્મચારીની મદદથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

નામ નોંધણી કરાવવા નીચે મુજબના પુરાવા જરૂરી છે.

પોતાનો અથવા કુટુંબના સભ્યનો મોબાઈલ નંબર તથા પોતાની ઓળખના આધારો જેમકે આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે સરકારશ્રી દ્વારા આપાવામાં આવેલ કોઈપણ ફોટો ઓળખકાર્ડની કોપી જરૂરી છે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહની યાદીમાં જણાવાયું છે.

(10:06 pm IST)