Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શહેર પોલીસ કર્મચારીઓના પરિવારજનોને કોવિડ વેકસીન અપાઇઃ બાકી હોય તેનું રજીસ્ટ્રેશન કરાવાયું

પોલીસ હેડકવાર્ટરના એસીપી જી. એસ. બારીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના પરીવારના સભ્યો કે જેઓ પોલીસ હેડ કવાર્ટર પોલીસ લાઇન, રામનાથપરા પોલીસ લાઇન તેમજ અન્ય પોલીસ લાઇનમા રહેતા હોઈ અને જેમની ઉંમર ૪૫ વર્ષથી વધુ છે તેવા ૨૭ પરીવારના સભ્યોને જંકશન આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ વેકસીન લેવડાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના રર પરીવારજનોને તેઓના ઘરે જઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી વેકસિનેશન સ્થળ કન્ફર્મ કરી આપવાની કામગીરી હેડકવાર્ટરના એસીપી જી.એસ. બારીયા, પીઆઇ કોટડીયા, બિપીનભાઇ પટેલ સહિતની ટીમે કરી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ તમામ પોલીસ પરિવારના સભ્યો પણ કોવિડ વેકિસન લઇ લે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા સતત સુચના અને માર્ગદર્શન આપી સતત અંગત રસ લીધો છે.

(3:11 pm IST)