Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજકોટમાં વર્ષો જુના કોમર્શીયલ કોમ્પલેક્ષો-એપાર્ટમેન્ટ અને બિલ્ડીંગોમાં ફાયર સેફટીના તમામ નિયમોનો અમલ અશકય

૩૦ વર્ષે જુના બિલ્ડીંગોમાં રેસીડન્સ કમ કોમર્શીયલ હેતુના વપરાશવાળા મકાનોમાં ફાયર એકઝીટ, પાણીના ટાંકા, હાઇડ્રન વગેરે જેવી વ્યવસ્થાઓ શકય નથી ત્યારે ફાયર એન.ઓ.સી. માટે અરજદારો મુશ્કેલીમાં : તંત્ર વાહકો પણ દ્વિધામાં

રાજકોટ તા. ૩૧ :.. નવા ફાયર સેફટી નીયમો શહેરનાં વર્ષો જુના કોમર્શીયલ કોમ્પલેક્ષો અને એપાર્ટમેન્ટ, વર્ષો જુના બિલ્ડીંગોમાં પુરેપુરા અમલી બનાવવા અશકય છે. ત્યારે ફાયર એન. ઓ. સી. માટે અરજી કરનારાઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર વાહકો પણ દ્વિધામાં મુકાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ૧પ મીટરથી વધુની ઉંચાઇ વાળા બિલ્ડીંગમાં ફાયર સેફટીનાં સાધનો લગાવી અને ફાયર એન. ઓ. સી. મેળવવા નોટીસો અપાઇ રહી છે. ત્યારે ૩૦ વર્ષથી વધુ જુના બિલ્ડીંગો કોમર્શીયલ કોમ્પલેક્ષો કે એપાર્ટમેન્ટમાં આ નવા ફાયર સેફટીનાં તમામ નિયમો અમલી બનાવવા અશકય બન્યા છે.

કેમ કે ઘણા બિલ્ડીંગો કોમર્શીયલ કમ રેસીડન્સનાં વપરાશનાં હેતુવાળા હોઇ ફાયર ઓકઝીટ, હોઝપાઇપ હાઇડૂન, ૧૦ હજાર લીટર અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો વગેરે બાબતો આજનાં સમયમાં અશકય છે.

કેમ કે પાર્કીંગ હેતુ નથી માટે જગ્યાનો અભાવ એટલુ જ નહીં એકઝીટનો દરવાજો પણ હવે નાખવો અશકય છે.

આમ આ નવા નિયમો હેઠળ ફાયર એન. ઓ. સી. મેળવવુ મુશ્કેલ હોઇ અરજદારો મુશ્કેલીમાં મૂકાયા છે. અગાઉ હોસ્પીટલોનો ફાયર એનઓસી અપાયેલ તે વખતે પણ આ મુદ્ે તંત્ર સમક્ષ રજૂઆતો થયેલ.

(5:05 pm IST)