Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જિલ્લા ગાર્ડન ગેઇટ પાસે પારકા ઝગડામાં વચ્ચે પડતા ડખ્ખો: બહુ હવા હોય તો આવો ચોકમાં...મુસ્તાકએ એવું કહ્યું ને ચાર શખ્સો ધોકા તલવાર સાથે ચોકમાં આવી ઘા કરી ગયા

ઘાંચીવાડના મુસ્તાક અને તેના કાકા કાસમભાઈ પર રવિ ઉર્ફે બચ્ચો, હાર્દિક, આશિષ અને યસનો તલવાર ધોકાથી હુમલો

રાજકોટઃ ઘાંચીવાદના યુવાન મુસ્તાક ઇકબાલભાઇ મોદી-પીંજારા (ઉ.વ.૩૫) નામના રીક્ષા ડ્રાઈવર યુવાન તથા તેના કાકા કાસમભાઈ વલીભાઈ મોદી પર ઘાચીવાડ ભારત હોટેલ પાસે ચાર શખ્સો રવી ઉર્ફે બચો આહિર, હાર્દિક આહિર, આશીષ આહિર તથા યશ આહિરએ તલવાર અને ધોકાથી હુમલો કરતા બંનેને ઇજાઓ થતા સારવાર લેવી પડી હતી.

બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો છે.

મુસ્તાકએ ફરિયાદમાં જણાવ્યું છે કે આઠમની રાત્રે સાડા આઠેક વાગ્યે હું મારું એકટીવા લઈને જિલ્લા ગાર્ડનમાં (બગીચામાં) ચક્કર મારવા ગયો હતો. એ વખતે બગીચા ના ગેઇટ સામે બાપુ નગર મે.રોડ ઉપર પહોંચતા ત્યારે રવિ ઉર્ફે બુચો આહીર કોઇ સાથે બોલાચાલી ઝગડો કરતો હોઇ જેથી હું આ લોકોને સમજાવવા જતા રવી ઉર્ફે બુચો તથા તેના ઘરના સભ્ય મને કહેવા લાગેલ કે તુ અમારી વચ્ચે શું કામ આવે છે જેથી મે કહેલ કે તમે શું કરી લેશો તેમ વાત કરત રિવ ઉર્ફે બ્યો આહીર એકદમ ઉશ્કેરાઇ જઇ મારી સાથે બોલાચાલી ઝગડો કરી જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ.

 જેથી મે ગાળો દેવાની ના પાડતા રવિ ઉર્ફે બુચો તથા તેના સંબંધીઓએ મને ત્યાંથી જતા રહેવાનુ કહેલ જેથી મે કહેલ કે બહુ હવા હોય તો જિલ્લા ગાર્ડન ચોકમા આવો. આમ કહી હું મારું એકટીવા લઇ જીલ્લા ગાર્ડન ચોકમા ભારત હોટલ પાસે આવેલ અને ત્યા મારા સગા કાકા કાસમભાઇ વલીભાઇ મોદી  ચોકમા પોતે ઉભેલ હોય તેઓને મે ઝગડો થયેલ છે તેવી વાત કરી હતી.

એ પછી રવિ ઉર્ફે બુચો આહીર જેના હાથમાં લાકડાનો ધોકો હોય તેમજ હાર્દીક આહીર પાસે હાથમા તલવાર હોય તેમજ આશિષ આહીર પાસે લોખંડનો પાઇપ હોય જે લોકો પગે ચાલી જીલ્લા ગાર્ડન ચોકમા આવી મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલ. મારા કાકા હાસ મભાઇ બધાને ઝગડો ન કરવા માટે સમજાવતા હતા ત્યારે રવિ ઉર્ફે  આહીરએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાનો એક ઘા મારા માથા મા મારી દિધેલ અને હાર્દીક મારો કાઠલો પકડી કહેવા લાગેલ કે આજે તો તને જાનથી મારી નાખવો છે આ તલવાર તારી સગી નહી થાય. આશીષે લોખંડના પાઈપ વતી પીઠના ભાગે બે ઘા મારેલ અને થોડીવાર પછી યસ અહિરે આવી મારા કાકા કાસમભાઈને પણ બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને મારા કાકા સમજાવવા જતા યસે મારા કાકાને પણ લાકડાના ધોકાથી માથાના ભાગે અને હાર્દીકએ તલવારનો એક ઘા મારેલ. એ પછી ચારેય જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. મને અને કાકાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પો.સબ.ઇન્સ  એસ.એચ.નીમાવતએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:11 am IST)