Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રધ્યુમન વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવીઃ કુલ ૩૭ વેપારીઓને ત્‍યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી

એક્સપાયરી ડેટ પુરી થઇ હોય તેવી કોલ્ડ્રીંક્સની 408 બોટલ અને 9 કિલો વાસી ખોરોકનો નાશ

રાજકોટઃ શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. જેને લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રધ્યુમન વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણાનું વેચાણ કરતા 37 વેપારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઠંડા પીણાંની એક્સપાયરી ડેટ વગરની 200 મિલીની કુલ 408 નંગ બોટલ 9 કિલો કલરવાળા વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ પ્રધ્યુમન પાર્કમાં આવેલ કેન્ટીન શિવધારા ફુડ ઝોન (જલારામ કેટરર્સ) અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ ફટકારી હતી.

2 દિવસ પહેલા પણ અખાદ્ય ફરસાણનો નાશ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ પર વિરબાલાજી ફરસાણમાં તપાસ કરતા વોશિંગ સોડા 10 કિલોગ્રામ તથા વાસી પાપડી, સક્કરપારા, પેંડા, મોહનથાળા, મોતીચૂર લાડુ વગેરે 37 કિલો વાસી છતાં રાખેલી મિઠાઈ મળી આવતા તેનો નાશ કરાયો છે. આ ઉપરાંત ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી 10 કિલોગ્રામ વોશિંગ સોડા તથા 67 કિલો તીખી પાપડી, તીખા ગાંઠિયા, સુકી કચોરી, સમોસા સહિતનું વાસી અખાદ્ય ફરસાણ મળી આવતા તેનો નાશ કરાયો છે.

એસેન્સવાળી મિઠાઈ, ફરસાણ વગેરેનો ઉપયોગ ટાળવા અપીલ
બાદમાં ચામુંડા ફરસાણ નામની દુકાનમાંથી 5 કિલો વોશિંગ સોડા, 8 કિલો તીખુ ચવાણું વાસી મળી આવતા તે જપ્ત કરી નાશ કરાયો હતો. જ્યારે દિગ્વિજય રોડ પર ભારત સ્વીટ માર્ટ અને લક્ષ્મીવાડીમાં સ્વામિનારાયણ ફરસાણ ખાદ્યચીજના નમુના લેવાયા છે. શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું. જો કે તેનો કોઈ રિપોર્ટ જારી કરાયો નથી. મનપાએ લોકોને વાસી, ઘાટા કલરવાળી, એસેન્સવાળી મિઠાઈ, ફરસાણ વગેરેનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે.

આ સ્થળો પર ચકાસણી કરાઈ

ક્રમ

FBOનું નામ

સરનામું

રીમાર્ક્સ

1

ચામુંડા લચ્છી એન્ડ સોડા

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 25 બોટલ નાશ કરેલ

2

સમીર સોડા

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 30 બોટલ નાશ કરેલ

3

શિવશક્તિ સોડા

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 15 બોટલ નાશ કરેલ

4

ગોસ્વામી કોલ્ડ્રીંક્સ

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 10 બોટલ નાશ કરેલ

5

વહાણવટી નાસ્તા

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 18 બોટલ નાશ

6

રાજકોટ ભેળ

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 50 બોટલ નાશ કરેલ

7

ચામુંડા સોડા સેન્ટર

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 75 બોટલ નાશ કરેલ

8

ચાવડા કોલ્ડ્રીંક્સ

આજી ડેમ

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 20 બોટલ નાશ કરેલ

9

શિવધારા ફુડ ઝોન

જલારામ કેટરર્સ

પ્રધ્યુમન પાર્ક

વાસી મંચુરીયન – 2 કિ.ગ્રા.કલરની ડબ્બી – 2 નંગ તેમજ અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ

10

સંજયભાઇ મનસુખભાઇ કોળી

પ્રધ્યુમન પાર્ક

એક્સપાયરી તથા ડેટ વગરની 200મિલી 90 બોટલ નાશ

11

જયદિપભાઇ ધીરૂભાઇ

પ્રધ્યુમન પાર્ક

એક્સપાયરી તથા ડેટ વગરની 200 મિલી 75 બોટલ નાશ

12

અમીત પાણીપુરી

પ્રધ્યુમન પાર્ક

વાસી બાફેલા બટેટા 2 કિ.ગ્રા.

13.

ક્રિષ્ના પાણીપુરી સેન્ટર

પ્રધ્યુમન પાર્ક

વાસી પાણીનો નાશ 3 લીટર

14

એવન પાણીપુરી

પ્રધ્યુમન પાર્ક

વાસી બટેકા 2 કિ.ગ્રા.

(6:12 pm IST)