Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસનું સઘન ચેકીંગ : ડમડમ થઇ નીકળેલા ૧૭ અને કર્ફયુ ભંગ કરનારા ૧૧ ઝડપાયા

રાજકોટ હંમેશા ભાજપ સાથે રહ્યુ છે... અહીં લોકોનો પ્રેમ છલકાઇ રહ્યો છે તેથી અવાર-નવાર આવવાનું મન થાય છે : મુખ્યમંત્રીના સ્વાગત સમારોહમાં પ્રદેશ પ્રમુખનું ઉદ્બોધન

રાજકોટ,તા. ૩૧: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ શહેર પોલીસ એકશનમાં આવી ગઇ છે. ઠેર-ઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોલીસે થર્ટી ફર્સ્ટની આગલી રાત્રે જ દ્યોંશ બોલાવી પીધેલી હાલતમાં નીકળેલા ૧૭ નશાખોરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે કફર્યુમાં આંટાફેરા કરવા નીકળેલા ૧૧ લોકોની અટકાયત કરી હતી.પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કફર્યુની કડક અમલવારી કરવા અને થર્ટી ફર્સ્ટને લઇ પીધેલી હાલતમાં નીકળતા શખ્સો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પીધેલી હાલતમાં નીકળેલા ૧૭ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં એ ડીવીઝન પોલીસે પાર્થ પિયુષભાઇ મહેતા, અજય રંગબહાદુર, વિશ્રકર્માને બી ડીવીઝન પોલીસે નિતેષ વિરસિંગ સોલંકી, અમરસીંગ મોહનભાઇ પરસોંડા, શૌકત ફીરોઝભાઇ શેખ, વિપુલ મુકેશભાઇ બારૈયા, હિતેષ સુરેશભાઇ ફીચડીયા, સુનિલ દૌજીરામ, રાજેશ સામતભાઇ મેણીયા, ગૌતમ ભરતભાઇ મેવાડા, મેહુલ રમણીકભાઇ ગીગાણી, આજી ડેમ પોલીસે મુકેશ સવજીભાઇ સુરાણીને, તાલુકા પોલીસે કમલેશ મનસુખભાઇ ભાલોડી, કેતન શાંતિલાલ માકડીયા અને જયંતિ લાલજીભાઇ સોજીત્રાને ઝડપી લઇ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જયારે આ ઉપરાંત રાત્રી કફર્યુની કડક અમલવારી દરમિયાન કફર્યુ ભંગ કરી આંટાફેરા કરવા નીકળેલા ૧૧ લોકોની જાહેરનામા ભંગ હેઠળ અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 

(4:12 pm IST)