Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઉના પાલિકાના કર્મચારીઓ માટે ૬ઠું પગાર પંચ લાગુ કરવા આવેદનપત્ર

ઉના તા.૧ ઉ નગરપાલીકાના કર્મચારીઓએ છઠ્ઠુ પગારપંચ લાગુ કરવા તથા ભુતિયા કર્મચારીઓની ભરતી રદ કરવા કુલ સેટઅપની ૧૦ ટકા ભરતી કરવા પ્લોટની ફાળવણી કરવા આવેદનપત્ર આપી માંગણી કરી છે. અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર જવા ચીમકી આપી છે.

ન.પા. કાર્યના કર્મચારી સંગઠનના આગેવાન મનુભાઇ માયાભાઇ, નરેન્દ્રભાઇ કે.ગોસાઇ, દિપક એલ.વાજા, જગદીશભાઇ પી.પંડયા સહિતના ૪૭ થી વધુ આગેવાનો કર્મચારીએ સહી કરી. મ્યુનિસીપાલીટી કમિ. ગાંધીનગરને લેખીત આવેદનપત્ર ઉના પ્રાંત કચેરીએ જઇ સિરેસ્તેદાર અજીતભાઇ જોશીને આપી માંગણી કરી છે કે, ન.પા.ના કાયમી કર્મચારીઓને હજુ સુધી છઠ્ઠા પગારપંચના લાભ મળેલ નથી. અન્ય ન.પા.ઓમાં સાતમું પગારપંચ લાગુ પડી ગયુ છે. ઉચ્ચતર પગાર ધોરણ મકાન માટે પ્લોટ ફાળવવા તથા વરસોથી ન.પા.ના સતાધિશો લાભ આપતા નથી કુલ ૫૬૬થી વધારે રોજમદારો, ફિકસ પગાર તથા આઉટ સોર્સીંગમાં કર્મચારીની ભરતી કરેલ.

આ ભરતીમાં ૫૦ ટકાના ઉપર ભૂતિયા કર્મચારીઓ દાખલ કરેલ છે. ભૂતિયા કર્મચારી રદ કરી પગલા ભરવા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રોજમદાર કર્મચારી ફુલ સેટઅપના ૧૦ ટકા ભરતી કરવાનો ઓર્ડર છે.સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટો અને સ્વભંડોળમાંથી થયેેલ કામોની તપાસ કરવી. કર્મચારીઓની માંગણી નહી સ્વીકારાય તો અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવા ચીમકી રજૂઆત સાથે આપી છે.

(11:24 am IST)