Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોડીનારના અરણેજમાં લગ્ન પ્રસંગમાં ફાયરીંગ કરનાર ભરત સોસાની ધરપકડની તજવીજ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૧: તાલુકાના અરણેજ ગામે એક લગ્નપ્રસંગમાં વરઘોડામાં હવામાં ફાયરીંગ કરવા અંગેનો વિડીયો વાયરલ થતા આ બાબતે કોડીનાર પોલીસે તપાસ કરતા હવામાં ફાયરીંગ કરનાર શખ્‍સ મુળ કોડીનાર તાલુકાના નવાગામનો અને હાલ રાજકોટ ખાતે રહેતા શખ્‍સની સામે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. અરણેજ ગામે તા. ૨૬ના મયુર ઉર્ફે મનોહરસિંહ માનસિંહ સોલંકીના લગ્નપ્રસંગે રાત્રીના કાઢવામાં આવેલ વરઘોડામાં મુળ કોડીનારના નવાગામ અને હાલ રાજકોટ રહેતા તેમના મિત્ર ભરત ઉર્ફે ભુરો નારણ સોસાએ તેમની પાસે રહેલી વગર પરવાનાવાળી રીવોલ્‍વર વડે હવામાં ફાયરીંગ કરી રોક જમાવતા આ અંગેનો વિડીયો સોશ્‍યલ મીડીયામાં વહેતો કર્યો હતો.  કોડીનારના વડનગર બિટ જમાદાર હિમતભાઇએ સમગ્ર મામલાની તપાસ કરી ભરત સામે આર્મ એકટ ૨૫ (૧) બી ૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:25 am IST)