Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં

એન.એફ.આઇ.આરનાં આહવાન હેઠળ સમગ્ર દેશમાં

ભાવનગર,તા. ૧: એન.એફ.આઇ.આરનાં મહામંત્રી ડો.એમ.રાદ્યવૈયા કે જેઓ ૧૩ લાખ કર્મચારીઓ સહિત ૪૦ લાખ કેન્દ્રિય કર્મચારીઓનાં જેસીએમ સાઈડનાં લીડરનાં નેતૃત્વમાં તા.૨૨-૧-૨૦૨૧નાં રોજ ન્યુ દિલ્હી ખાતે તમામ કેન્દ્રિય કર્મચારીઓનાં લીડરોની યોજાયેલ મીટીંગમાં રેલ મંત્રાલય તેમજ ભારત સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓ તથા રેલ કર્મચારીઓની વાજબી માંગો પ્રત્યે થઈ રહેલ ઉપેક્ષાનાં સંદર્ભમાં ચર્ચા થયેલ. મુખ્ય માંગો પ્રત્યે સરકાર દ્વારા થઈ રહેલ ઉપેક્ષાનાં સંદર્ભમાં આજ રોજ દેશવ્યાપી ધરણા પ્રદર્શન રેલી વગેરેનું આયોજન કરેલ છે.

મુખ્ય માંગો જેવી કે કેન્દ્રિય કર્મચારીઓનું તા.૧-૧-૨૦૨૦ થી ભારત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું સ્થગિત કરવામાં આવેલ તેને તાત્કાલિક રીલીજ કરીને ચૂકવણું કરવું, ન્યું પેન્શન સ્કીમ નાબૂદ કરવી, રેલ કર્મચારીઓ જેવા કે ગેંગમેન, મેડીકલ સ્ટાફ, ટીકીટ ચેકિંગ સ્ટાફ, સ્ટેશન માસ્તર, પોંઈટસમેન, ગાર્ડ , ડ્રાઈવર તેમજ અન્ય કર્મચારીઓ કે જે નોકરી દરમ્યાન કોવિદ-૧૯ ( કોરોના) થી મૃત્યુ પામે તો તેમનાં પરિવારને વિમા રૂપે આર્થિક સહાય આપવી અથવા મેડીકલી ડીકેટેગરાઈઝ્ડ થાય તેવા કેસમાં તેમનાં આશ્રિતોને અનુકંપાનાં આધારે નોકરી આપવી, રેલવેનું ખાનગીકરણ બંધ કરવું, સાતમાં પગારપંચમાં રેલ કર્મચારીઓને ગ્રેડ-પેમાં થયેલ અન્યાય દૂર કરવો, નાઈડ ડયૂટી એલાઉન્સમાં ગેરવાજબી લાદવામાં આવેલ માર્યાદા દૂર કરવી, કોવીદ-૧૯ ની સારવારનાં કેસમાં ૧૦૦ ટકા મેડીકલ ખર્ચ આપવો, ભાવનગર વર્કશોપમાં ગૃપ ઈંસેટીવ સ્કીમ લાગૂ કરવી, વર્કશોપ સ્ટાફનો કામનો બોજ ઓછો કરવો તેમજ આઉટ ટર્ન મુજબ નવા પદોનું સર્જન કરીને કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવો તથા મૂળભૂત જરૂરીયાતો પૂરી પાડવી  છે વગેરે.

ઉપરોકત માંગોનાં સમર્થનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંદ્ય ભાવનગર દ્વારા ભાવનગર વર્કશોપ ખાતે સવારે ગેટ મીટીંગનું આયોજન કરવામાં આવેલ આ ગેટ મીટીંગને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનાં વકિંગ જનરલ

સેક્રેટરી તથા સહાયક મહામંત્રી-એન.એફ.આઈ.આર આર. જી. કાબર સંબોધેલ. તેમ ડીવિજનલ સેક્રેટરી બી.એન.ડાભી દ્વારા જાણકારી આપવામાં આવેલ છે. આ ઉપરાંત ભાવનગર ડીવિજનનાં મુખ્ય સ્ટેશનો જેવાકે જૂનાગઢ, વેરાવળ, ગોંડલ તથા જેતલસર ખાતે ડીવિજનલ ચેરમેન ગીરીશ મકવાણા તથા સંઘનાં અન્ય હોદેદારોની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે.

(11:53 am IST)