Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોરબી પંથકમાં દોઢ લાખનો દારૂ કબ્‍જે

જેતપર ગામે કારમાં ત્રણ ઝડપાયા : ધરમપુરમાં પણ કારમાંથી દારૂ મળ્‍યો : લખધીરપુર રોડ ઉપરથી કારમાં દેશી દારૂ લઇ જતા એક ઝડપાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : એલસીબી ટીમ તાલુકાના જેતપર ગામે પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપર ગામે ભરવાડવાસમાં આરોપી લાલાભાઈ ઉર્ફે ભાવલો મહાદેવભાઈ બોહરીયા (ડ્રાઈવર)રહે-ધાણીથર તા.રાપર , રાજુભાઈ વજાભાઇ ખીટ રહે-પલાસવા તા.રાપર અને શમ્‍ભુભાઈ રૂખડભાઈ ડાંગર રહે-બાલાસરી તા.રાપરએ મારૂતિ અલ્‍ટો કાર જીજે ૨૭ સી ૧૬૮૬ માં વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૬ કીમત રૂ.૪૨,૩૦૦ તથા અલ્‍ટો કાર કિમત રૂ.૧,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ ૩ કીમત રૂ.૯૦૦૦ એમ કુલ મુદમાલ ૧,૫૧,૩૦૦ સાથે ત્રણેય શખ્‍સને ઝડપી પાડી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો માલ મોકલનાર રોહિતભાઈ આહિત રહે-ગાંધીધામ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાથી મોરબી તરફ એક દારૂ ભરેલ કાર આવતી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી જેમાં લક્ષ્મીનગર ગામ નજીક કાર જીજે ૧૨ સીપી ૨૦૦૫ નીકળતા રોકવા ઈશારો કરતા કારચાલકે ટ્રાફિકનો લાભ લઈને કાર રોકી ના હતી જેનો એલસીબી ટીમે પીછો કર્યો હતો જે કાર ધરમપુર ગામની સીમમાં સાગર હોટલ પાછળ ડેમના ખુલ્લા પટમાં મળી આવી હતી તો કારચાલક નાસી ગયો હતો જે કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૨૬૯ કીમત રૂ ૯૧,૯૫૦ નો મુદામાલ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત ૫,૯૧,૯૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને કારચાલકને ઝડપી લેવા તપાસ ચલાવી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, પૃથ્‍વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા અને હરેશભાઈ સરવૈયા સહિતની ટીમ જોડાયેલ હતી.

માધાપર વિસ્‍તારના મકાનમાંથી દારૂ ઝડપાયો

માધાપર શેરી નં ૧૭ માં રહેતા ઈસમને ઘરમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં આરોપી ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૨૬) રહે વાવડી રોડ સોમૈયા સોસાયટી વાળા ના મોરબી માધાપર શેરી નં ૧૭ માં ભાડાના મકાનમાંથી પોલીસે ઇન્‍ગીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૯૦ કીમત રૂ ૩૪,૪૪૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

શકત શનાળા નજીકથી દારૂ સાથે એક ઝડપાયો

એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામે પટેલ સમાજવાડી પાસેથી આરોપી ઇમરાન સલીમ ચાનીયા (ઉ.વ.૨૮) રહે કાલિકા પ્‍લોટ મોરબી વાળાને ઈંગ્‍લીશ દારૂની ૧ બોટલ સાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે

તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લખધીરપુર ગામની સીમમાં આરોપી સુનીલ રમેશભાઈ ચરામારી રહે-સુંદરગઢ તા.હળવદ વાળો ટાટા ઈન્‍ડીગો કાર જીજે ૧૮ બીબી ૯૫૭૨ કીમત રૂ.૩૦,૦૦૦ વાળીમાં દેશી દારૂ લીટર-૩૫૦ કીમત રૂ.૭૦૦૦ ભરી આરોપી બરકત શાહ રહે-મોરબી સામાકાંઠે વાળાને વેચાણ કરવા માટે વાહનમાં ભરી જતો હોય જેથી પોલીસે આરોપી સુનીલ રમેશભાઈ ચરામારીની અટક કરી મુદામાલ કિંમત રૂ.૩૭,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો બરકત શાહનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)