Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પોરબંદર જિલ્લામાં બે સ્થળે દારૃની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી : ૬૮ લીટર દારૃ જથ્થો મળ્યો

પોરબંદર, તા. ૧ :  જિલ્લામાં બગવદર તથા છાંયામાં પોલીસે દેશીદારૃની ભટ્ટી ઉપર પોલીસે ત્રાટકીને કુલ ૬૮ લીટર તૈયાર દારૃ તથા ૪૦૦ લીટર દારૃનો આથો સાથે ર આરોપીઓને પકડીને ગુન્હો નોંધેલ છે.

 જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રવિ મોહન સૈની સાહેબ  નાઓ દ્રારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલ.સી.બી.પી.આઇ. એન.એન. રબારી  નાઓના માર્ગદર્શન હેઠળ  પીએસઆઇ એન.એમ.ગઢવી  નાઓ પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન  એએસઆઇ બટુકભાઇ વિંઝુડા  તથા  કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા  ને મળેલ ચોકકસ હકિકત આધારે નીચે મુજબના  દેશીદારૃ બનાવવાની ભઠ્ઠીનો તથા દેશીદારૃનો એમ બે કેસો શોધી કાઢી અને કમલાબાગ પો.સ્ટે. તથા બગવદર પો.સ્ટે.મા ગુન્હા રજીસ્ટર કરાવેલ  છે. 

(૧) આરોપી   નિલેષ નાથાભાઇ ભુતિયા  ઉ.વ.૨૭ રહે. છાયાના કબ્જા ભોગવટાના છાંયાના રહેણાંક મકાનમાંથી ગે.કા. વગર પાસ પરમીટે દેશીદારૃ બનાવવાનો આથો લીટર ૪૦૦ તથા દેશી દારૃ લી.૨૪ તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ કિ.રૃ.૪૩૮૦/પ્ર નો મુદામાલ રાખી મળી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.

(ર) આરોપી   દેવરાજ દાનાભાઇ કટારા  ઉ.વ.૩૭ રહે. રૃપામોરાનેશ તાબે બગવદર માલદેવાળી કાદીનેશ આરોપીના રહેણાંક મકાનની બાજુમાથી આરોપીએ ગે.કા. વગરપાસ પરમીટે દેશીદારૃ લીટર ૪૪ કિ.રૃ.૮૮૦ ના મુદામાલ રાખી મળી આવતા બન્ને આરોપીઓ સામે ગુન્હા નોંધેલ છે.

આ કામગીરીમા પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તથા એએસઆઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ મકવાણા, કોન્સ્ટેબલ વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, રવિરાજ બારડ, કરશનભાઇ મોડેદરા, ગોવિંદભાઇ માળિયા, વિગેરે રોકાયેલ હતા.

(1:02 pm IST)