Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

માળિયાના વાઘરવા નજીક બાઇક સ્લીપ થતા યુવાન ઇજાગ્રસ્ત

મોરબી તા. ૧ : માળિયાના રહેવાસી આશીનખાન તાજમહમદખાન કટારીયા (ઉ.વ.૨૨) નામના યુવાન પોતાનુ બાઈક લઈને જતા હોય ત્યારે વાધરવા નજીક પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બનાવની જાણ થતા ૧૦૮ ટીમના વિષ્ણુભાઈ રબારી અને ઇએમટી દિપેશભાઇની ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે.

નાની વાવડી ગામે દવા પી જતા પરિણીતાનું મોત

નાની વાવડી ગામે રહેતા કુંવરબેન અકરમભાઈ મેહડા (ઉ.વ.૪૦) નામની પરિણીતા વાડીએ ઝેરી દવા પી જતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જયાં પરિણીતાનું મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ફડસર ગામે પરિણીતા ભૂલથી દવા પી લેતા સારવારમાં

તાલુકાના ફડસર ગામે રહેતી કરુણાબેન સંજયભાઈ અમલીયા (ઉ.૨૦) રહે- કાનાભાઈ મોમયાભાઈની વાડીમાં તા.મોરબી મૂળ- કરામતપુરા મધ્યપ્રદેશ વાળીએ કપાસમાં છાટવાની દવા ભૂલથી પાણીના ગ્લાસમાં પી જતા ઝેરી અસર થતા કરુણાબેનને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો કરૃણાબેનના લગ્નને દસ માસ જેટલો સમય થયેલ હોય અને પાંચ માસનો ગર્ભ હોવાની માહિતી પોલીસ પાસેથી મળી હતી.

સુભાષનગર નજીક

કારની ઠોકરે

મોરબીના વિજયનગર રોહીદાસપરામાં રહેતા વાસુદેવભાઈ વાલજીભાઈ પંડ્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કાર જીજે ૩૬ એફ ૩૦૩૫ ના ચાલક પાર્થ ભૂતે પોતાની કાર પુરઝડપે ચલાવી સુભાષનગર નજીક વાસુદેવ પંડ્યાના બાઈકને ભટકાડતા ઈજા પહોંચી હતી.

(1:05 pm IST)