Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરના પૂર્વ મેયરનો આવકારદાયક નિર્ણય

તેમનો પરિવાર કે પરિવારના સભ્યો ટિકિટની માગણી કરશે નહીં અને પક્ષ માટે નિસ્વાર્થ ભાવે પ્રચારમાં લાગે પડશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧ : જામનગરના સૌથી સિનીયર અગ્રણીઓ માહેના પૂર્વ મેયર સનતભાઈ મહેતાએ આગામી દિવસોમા યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમા પોતાની તેમજ પરિવારના અન્ય કોઈ પણ સભ્ય માટે ભાજપમાથી ટીકીટની દાવેદારી ન કરવાનો અને ભાજપ પક્ષની તરફેણમા જોર શોરથી પ્રચાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

આજથી શરૃ થયેલ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમા આ નિર્ણયની ખાસ નોંધ લેવાશે તેવી પણ ચર્ચા છે.

સનતભાઈ જામનગર મહાનગર પાલિકાના મેયર તેમજ ગુજરાત રાજ્યના બે મહત્વપૂર્ણ બોર્ડ નિગમ જેવા કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ( ઞ્ત્ઝ્રઘ્ )મા ડાયરેકટરપદ પર પણ રહી ચૂકેલા છે. ત્યારે આ વખત ની મહાનગરપાલિકાની ચૂંટણીમા પોતાની કે પરિવારમાથી અન્ય કોઈપણ સભ્ય માટે ટિકીટની દાવેદારી ન કરવાનો નિર્ણય ખુબજ ઉમદા છે.

આજે ચારે તરફ ટિકિટો અને દાવેદારી માટે જબરજસ્ત દબાણો આવી રહ્યા છે અને લાવવામાં આવી રહ્યા છે ત્યારે સનતભાઈને આ નિર્ણય ખૂબ જ આવકાર્ય બની રહેશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.. સનતભાઈ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.મો. ૯૯૦૯૦ ૧૧ર૩૪.

(1:10 pm IST)