Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરમાં આજથી ટયુશન કલાસનો પ્રારંભ

જામનગર : સમગ્ર ગુજરાતમાં ૧ ફેબ્રુઆરીથી ટયુશન કલાસીસનો પ્રારંભ થયો છે. ત્‍યારે જામનગરમાં પણ ૧પ૦થી વધુ ટયુશન કલાસીસનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી વચ્‍ચે લોક થયેલા ટયુશન કલાસીસ ફરી શરૂ થતા ટયુશનમાં વિદ્યાર્થીઓ આવતા થયા છે. જામનગરના મોટાભાગના ટયુશન કલાસીસનો કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ આપતા હતા. જે હવે રાજય સરકારે એસઓપી સાથે ટયુશન કલાસીસ શરૂ કરવાની મંજુરી આપતા ફરી ધમધમતા થયા છે. એક તરફ કોરોના પણ કુણો પડયો છે. તેવામાં ફરી જનજીવન થાળે પડી રહયુ છે અને ટયુશન કલાસીસમાં શિક્ષણ કાર્ય શરૂ થયુ છે. ખાસ કરીને ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીને રૂબરૂ શિક્ષણ માટે ટયુશન કલાસ શરૂ થતા વધુ સરળતાથી પોતાની શિક્ષણ કાર્યની મુશ્‍કેલીઓ દુર કરવા મળશે. (અહેવાલ : મુકુંદ બદીયાણી - તસ્‍વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(1:45 pm IST)