Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ચોટીલા પોલીસે બે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી પાડયા

ચોટીલા : થાનગઢ માંથી ચોરાયેલ બે બાઇક ચોરીનો ભેદ ચોટીલા પોલીસે ઉકેલી બે ઈસમોને મોટરસાયકલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વધતા જતા વાહાન ચોરીનાં ગુનાઓ માટે જીલ્લા પોલીસ વડા ની સુચના આપતા  ડીવાયએસપી સ્કવોડ અને ચોટીલા ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ. વરૂ તથા તેમની ટીમના ટાઉન પેટ્રોલીંગ દરમિયાન હકિકત અને ટેકનીકલ સોર્સ ની મદદ થી આણંદપુર રોડ ઉપર થી મફતિયા પરા ચોટીલાના રહીશ કાળુભાઇ મેરાભાઇ કલોતરા અને સુખપરાના રહીશ હરસુખ પોપટભાઇ ખાવડીયાને થાનગઢ પોલીસમાં નોંધાયેલ ગુનાના બે ચોરીના બાઇકો સાથે પકડી પાડેલ છે.  પોલીસ દ્વારા પકડાયેલ બંન્ને આરોપીઓ અન્ય કોઇ ગુનામાં કોઇ જગ્યાએ સંડોવાયેલ છે કે કેમ? તે સહિતની તપાસ હાથ ધરવામાં આવશે. ચોટીલા તળેટી વિસ્તાર અને અન્ય સ્થળે થી અનેક બાઇક ઉઠાંતરી થયેલ છે જે અંગે કોઇ ભેદ ઉકેલાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયેલ છે. (તસ્વીર : હેમલ શાહ)

(3:55 pm IST)