Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જૂનાગઢમાં શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્‍ટનો રજત જયંતિ મહોત્‍સવ (તળતિય ચરણ) સંપન્ન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧ : શ્રી આણંદજી ઓધવજી ઓઝા તથા શામજી રૂગનાથ ઓઝા, શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્‍ટ, શ્રી લાલજી દામજી ઉપાધ્‍યાય વાડી સંસ્‍કાર કેન્‍દ્ર, ગાંધીગ્રામ, જૂનાગઢનો રજત જયંતિ મહોત્‍સવ (તળતિય ચરણ) સમારંભ ગં.સ્‍વ.શ્રી સવિતાબેન હરિકળષ્‍ણભાઈ મહેતાના અધ્‍યક્ષસ્‍થાને  યોજાઇ ગયો.આ કાર્યક્રમની શરૂઆત  સમારંભ અધ્‍યક્ષશ્રી ગં.સ્‍વ.સવિતાબેન હરિકળષ્‍ણભાઈ મહેતાના હસ્‍તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

ત્‍યારબાદ વાડી સંકુલના બાંધકામ દાન પેટે ઘણા દાતાઓએ જે તે સમયે સહયોગ આપેલ, તેમને સૌને યાદ કરી રજત જયંતિ વર્ષ દરમ્‍યાન આ દાતાઓનું ક્રમાનુસાર સન્‍માન કરવાનું આયોજન સંસ્‍થા તરફથી કરવામાં આવેલ  તે અંતર્ગત  તળતિય ચરણમાં આજે  ઉપસ્‍થિત દાતાશ્રીઓનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત જ્ઞાતિજનોએ તાળીઓથી વધાવી લીધેલ.

આ સમારંભમાં વિશ્વ હિન્‍દુ પરિષદના પૂર્વ મંત્રી અને જ્ઞાતિ અગ્રણી કેશુભાઈ દવે એ પ્રસંગોચિત વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે મારી જાણકારી મુજબ સૌરાષ્‍ટ્રમાં આ પ્રથમ પ્રયાસ છે કે જેમાં રૂ.૧૦૦૦ થી માંડીને લાખોની રકમ સુધીનું આપેલ દાનનાં દાતાશ્રીઓ અગર તેમના પ્રતિનિધિને બોલાવી તેમનું બહુમાન કરવામાં આવ્‍યું હોય. આ માટે સમગ્ર ટ્રસ્‍ટી મંડળને અભિનંદન આપેલ અને સમાજ ઉત્‍કર્ષના સૂચનો રજૂ કર્યા હતા, ત્‍યાંરબાદ ગાંધીનગરથી આવેલા ડૉ.રમેશભાઈ જોષી એ જણાવેલ કે આ સન્‍માન માટે માતા પિતાનાં અમો આભારી છીએ. મનપાના પ્રોગ્રામ ઓફિસર વત્‍સલાબેન દવે ઓઝાએ સન્‍માન સ્‍વીકારતા વાડીનાં દાતાઓ તથા તેમના પ્રતિનિધિઓનુ સન્‍માન કરવા બદલ ટ્રસ્‍ટીગણની સરાહના કરી હતી  તેમજ અત્‍યાર સુધીના સૌ ટ્રસ્‍ટી તથા દાતાઓની સેવાની નોંધ લીધી હતી તેમજ બહેનો પણ જ્ઞાતિના ઉત્‍કર્ષમાં સહભાગી છે તેમ જણાવેલ. જ્‍યારે શ્રીમતી કુસુમબેન ઓઝા એ જણાવેલ કે સમાજમાં ચાલતા રિવાજોને ઘટાડી અને બાળક ના ભણતર ઉપર વાલીઓએ ખાસ ધ્‍યાન આપવાની જરૂર છે ઉપરાંતમાં ભોજનમાં થતો બગાડ અટકાવવા સૌને અપીલ કરી હતી. જ્‍યારે હરીશભાઈ મહેતા, રવિભાઈ મહેતા, રશ્‍મિકાન્‍ત મહેતા વિગેરેએ પ્રસંગોચિત વક્‍તવ્‍ય રજૂ કર્યા હતા  ત્‍યાર પછી સમુહ ભોજન પ્રસાદ લઈ છુટા પડ્‍યા હતા.

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલચંદ્ર મહેતા,  હિતેન્‍દ્ર મહેતા, પ્રકલચંદ્ર ઓઝા, વિરલ ઉપાધ્‍યાય, નરેશ ઓઝા, સંજય ઓઝા, નલીન  શ્રોત્રીય, હિતેન્‍દ્ર મહેતા, મનિષાબેન દવે, યોગેશ ઓઝા , ધર્મેશ દવે, જીતેન્‍દ્ર મહેતા, જીતેશ મહેતા  રાહુલ મહેતા, જીગ્નેશ દવેએ જહેમત ઉઠાવી હતી.

(10:14 am IST)