Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જુનિયર ક્‍લાર્કના ઉમેદવારોની વાહરે આવતા સાવરકુંડલાના એસટી ડેપો મેનેજર કરમટા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧ : ગત રવિવારના રોજ અન્‍ય જિલ્લામાંથી સાવરકુંડલા શહેરમાં જુનિયર ક્‍લાર્ક ની પરીક્ષા આપવા આવેલા સેંકડો પરીક્ષાર્થીઓ ની પરીક્ષા એકાએક રદ થતાં મહા મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા અને પરત પોતાના વતન જવા માટે એસટી ડેપો ખાતે મોટી સંખ્‍યામાં ઉમટી પડતાં એસટી ડેપો મેનેજર કરમટા પરીક્ષાર્થીઓની ની મુશ્‍કેલી સમજી દરેક પરીક્ષાથીઓ વિના વિદને પોતાના વતન પહોંચી શકે તે માટે તાત્‍કાલિક અલગ અલગ રૂટ વાઈઝ એક્‍સ્‍ટ્રા બસોની તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરી વિદ્યાર્થીઓની વાહરે આવ્‍યા હતા. સાવરકુંડલા ડેપોમાંથી મેનેજર કરમટા એ જુનાગઢ રૂટ માં ત્રણ બસ ,ઉના અને મહુવા રૂટ ઉપર એક એક એક્‍સ્‍ટ્રા બસ મુકાવી અન્‍ય જિલ્લામાંથી આવેલા પરીક્ષાર્થીઓને પોતાના વતન જવા માટે વિના મૂલ્‍ય વ્‍યવસ્‍થા કરી આપી હતી. એક સાથે સેકડો  પરીક્ષાર્થીઓ ડેપો ખાતે ઉમટી પડતા ડી.વાય.એસ.પી.વોરા  અને એસ.ટી.તંત્રે મળી પરીક્ષાથીઓ માટે વતન પરત જવાની સુંદર વ્‍યવસ્‍થા કરી હતી જેને પગલે અન્‍ય જિલ્લામાંથી આવેલા પરીક્ષાર્થીઓપોતાના વતન સરળતાથી પહોંચી ગયા હતા. અને ડેપો મેનેજર  કરમટાનો સારી વ્‍યવસ્‍થા કરવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:00 pm IST)