Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ જિલ્લા પંચાયતમાં ૬૩.૩૦ તો જિલ્લાની ૧૧ તાલુકાની ૧૯૭ બેઠકમાં ૬૩.૬૫ ટકા મતદાન : ગોંડલ પાલીકામાં ૫૩.૧૮ ટકા મતો પડયા

જિલ્લા પંચાયત - તાલુકા પંચાયતની કાલે સવારે ૯ વાગ્યાથી ૮ સ્થળે મતગણત્રી : ભારે ઉત્તેજના : સૌથી વધુ ત્રંબા - કોટડાસાંગાણી - કુવાડવા - લોધીકા - સરપદડ - શીવરાજપુર બેઠક ઉપર ૭૦ થી ૭૨% કે તેથી વધુ મતદાન

રાજકોટ તા. ૧ : રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આજે યોજાયેલા મતદાનમાં આશરે ૬૩.૩૦ ટકા મતદાન થયું છે. આ બેઠકો માટે ૫,૦૩, ૧૩૬ પુરૂષ અને ૪,૫૬,૯૩૪  સ્ત્રી મળી કુલ ૯,૬૦,૦૭૦ મતદારો પૈકી ૩,૩૯,૫૪૫ પુરૂષ અને ૨,૬૮,૧૮૮ સ્ત્રી મળી કુલ ૬,૦૭,૭૩૩ મતદારોએ પોતાના મત્તાધિકારનો  ઉપયોગ કરી મતદાન કર્યુ હતું.

જયારે જિલ્લાના ૧૧ તાલુકા પંચાયતની ૧૯૭ બેઠકો માટેના યોજાયેલા મતદાનમાં ૪,૯૨,૧૦૧ પુરૂષ મતદારો અને ૪,૪૬,૯૮૩ સ્ત્રી મળી કુલ ૯,૩૯,૦૮૪ મતદારો નોધાયા હતા. જે પૈકી ૩,૩૩,૫૯૯ પુરૂષો અને ૨,૬૪,૧૦૪  સ્ત્રી મળી કુલ ૫,૯૭,૭૦૩ મતદારોએ પોતાનું મતદાન કર્યુ હતું. આમ આશરે ૬૩.૬૫ ટકા મતદાન થયેલ છે. 

જયારે ગોંડલ નગરપાલીકાની ૩૯ બેઠકો માટેની ૪૬,૩૮૯ પુરૂષ અને ૪૩,૨૬૫ સ્ત્રી મળી કુલ ૮૯,૬૫૪ નોધાયેલા મતદારો પૈકી ૨૬,૪૫૬  પુરૂષ અને ૨૧,૨૧૯ સ્ત્રી મળી કુલ ૪૭,૬૭૫ મતદારોએ મતદાન કર્યુ છે. આમ ગોંડલ નગરપાલીકાની ૩૯ બેઠકો માટે અંદાજે ૫૩.૧૮ ટકા જેટલું મતદાન થયેલ છે.

આ ઉપરાંત જેતપુર નવાગઢની એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં પર૪૯ પુરૂષ ૪૮૫૫  સ્ત્રી મળી કુલ ૧૦,૧૦૪ મતદારો પૈકી ૧૮૧૧ પુરૂષ અને ૧૪૨૨  સ્ત્રી મળી કુલ ૩૨૩૩ મતદારોએ મતદાન કર્યુ હતું આમ આ બેંઠક માટે અંદાજે ૩૨ ટકા જેટલું મતદાન થયેલ છે.

જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધું રાજકોટ તાલુકામાં ૭૧.૧૫ ટકા મતદાન અને સૌથી ઓછુ ગોંડલ તાલુકામાં ૫૭.૬૦ ટકા મતદાન નોધાયું હોવાનું કલેકટરે ઉમેર્યું છે.

(10:37 am IST)