Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોરબંદરમાં પુ.ભાઇશ્રીના આશીર્વાદ મેળવતાં રામભાઇ મોકરીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧ : રાજયસભાના સાંસદ બન્યા બાદ બ્રહ્મસમાજના અગ્રણી રામભાઇ મોકરીયા પોરબંદર સાંદીપની આશ્રમમાં જઇને કથાકાર પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના આશીર્વાદ મેળવ્યા હતા.

સાંદીપનિ આશ્રમ ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાને આશીર્વાદ પાઠવતા જણાવેલ કે રામભાઇએ ભાજપમાં વર્ષો સુધી સેવા કરી છે અને તેનું ફળ આજે  મળ્યું છે. રામભાઇ હવે રાષ્ટ્રની સેવા માટે આગળ આવે તેવી શુભકામના પૂ. ભાઇશ્રીએ આપી હતી. સાંદીપની આશ્રમ ખાતે રામભાઇ મોકરીયાની સાથે પુર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, ડો.ભરતભાઇ ગઢવી તેમજ સુરતથી બી.એચ. ગોયાણી ઉપસ્થિત રહયા હતા.

(1:21 pm IST)