Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટ જિલ્લામાં ૯૩,૪૪૯ તથા રાજકોટ શહેરમાં ૯૭૧૮૮ મળી કુલ ૧,૯૦,૬૩૭ લોકોને રસીકરણ

રાજકોટ તા. ૩૧ : રાજકોટ જિલ્લામાં ૯૩,૪૪૯  તથા રાજકોટ શહેરમાં ૯૭૧૮૮ મળી કુલ ૧,૯૦,૬૩૭ લોકોને રસીકરણ કરાયું છે.

વધુ વિગતમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓના ૧૨ ઘટક હેલ્થ સેન્ટર ખાતે તા. ૩૦ માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરના પ્રથમ અને બિજો ડોઝ મળીને કુલ ૧,૯૦,૬૩૭ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

તા. ૩૦ માર્ચ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ૩૧,૧૧૯ કોમોર્બિડ લોકોને પ્રથમ તેમજ ૭૨ લોકોને બિજો ડોઝ તેમજ ૬૦ વર્ષ કે તેથી મોટી ઉમરના ૬૫,૭૨૦  લોકોને પ્રથમ તેમજ ૨૭૭ લોકોને બિજો ડોઝનુ રસીકરણ કરાયું છે.

જયારે રાજકોટ જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ૧૭,૩૧૧ કોમોર્બિડ લોકોને પ્રથમ તેમજ ૨૧ લોકોને બિજો ડોઝ અને  ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમરના ૭૫,૫૫૪ લાભાર્થીઓને પ્રથમ તેમજ ૫૬૩ લોકોને બિજો ડોઝનુ વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

(10:08 pm IST)