Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ધ્રોલ નગરપાલિકાનું ૩.૮૧ કરોડની પુરાંતવારૂ બજેટ સર્વાનુમતે મંજૂર : બાકી વેરામાં વ્યાજ ઘટાડયુ

(હસમુખભાઇ કંસારા દ્વારા) ધ્રોલ તા.૧ : નગરપાલીકાના સને ૨૦૨૧-૨૦૨૨ના નાણાકીય વર્ષની બજેટ બેઠક નગરપાલીકાના પ્રમુખ જયશ્રીબેન એમ.પરમારના પ્રમુખસ્થાનેથી યોજવામાં આવેલ. જેમાં રૂ.૩.૮૧ કરોડની પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ.

આ બજેટ બેઠકમાં નગરપાલીકાના ૨૮ સદસ્યોમાંથી ૨૬ સદસ્યોએ હાજરી આપી હતી તેમજ નાણાકીય પંચની બચત ગ્રાંટમાંથી જરૂરિયાત મુજબ આંબેડકરનગર તથા ચામુંડાનગરમાં ભુગર્ભ ગટર, પીવાના પાણીની લાઇનને મંજુર કરેલ.

નગરપાલીકાના ટેકસ પર બાકી વેરાનું વ્યાજ ઘટાડવાની દરખાસ્તને મંજુર કરાઇ હતી. નવો વ્યાજદર ૧૮ ટકા રાખવામાં આવ્યો હતો તે ઘટાડીને ૧૦ ટકા રાખેલ છે. પ્રોપર્ટી ટેકસના નામ ફેરફારના ચાર્જીસમાં સુધારો કરેલ છે તેમજ ઓનલાઇન બાંધકામ પરવાનગી માટેના સુધારા અંગેના ચાર્જીસમાં પણ નવેસરથી સુધારા વધારા કરવામાં આવેલ જેને હાજર તમામ સભ્યોએ મંજૂર કર્યા હતા.

(11:31 am IST)