Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ભાદર નદીમાંથી રેતીની ચોરી અંગે બે વર્ષમાં ૧૪૩ ફરિયાદો મળીઃ ૮૪.૫૩ લાખની વસુલાત

૩૪ કેસોમાં ગેરરીતી જોવા ન મળીઃ અન્યોની તપાસ ચાલુ

(અશ્વિન વ્યાસ), ગાંધીનગરઃ  રાજકોટ જિલ્લામાં ભાદર નદીમાંથી થતી રેતીની ચોરી અંગે કોંગ્રેસના લલિત વસોયાના પ્રશ્નના ઉત્તરમાં ખાણ- ખનિજ મંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૪૩ ફરિયાદો મળી છે. આ ફરિયાદોના આધારે અવાર- નવાર તપાસ કરી ૭૦ કેસોમાં કુલ રૂ.૮૪.૫૩ લાખની વસુલાત કરવામાં આવેલ છે અને ૮ કેસમાં રૂ.૪૦૪ લાખની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ ૪ ફરિયાદોમાં ગેરરીતી જોવા મળેલ છે નથી. કુલ ૧૪૩ ફરિયાદોમાંથી ૩૪ કેસોમાં ગેરરીતી જોવા મળેલ નથી. આ ફરિયાદોની તપાસ દરમ્યાન કુલ ૪૭૪૫૯.૮૬ મેટ્રિક ટન ચોરી થયેલ રેતીનો જથ્થો છે. આ ચોરી થયેલ જથ્થાની રકમ રૂ.૫૫૨.૨૮ લાખની થાય છે. આમા જયાં ગેરરીતી પુરવાર થઈ છે. તેવાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે કસુરવારને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

(11:35 am IST)