Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

પાલીતાણાના નાનીરાજસ્થળી હત્યા કેસના બે આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી કોર્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧:  બે વર્ષ પુર્વે ભાવનગર જકલાના પાલીતાણા તાલુકાના નાનીરાજસ્થળી ગામે સસલાનો શિકાર કરવાની ના પાડતા વ્યકિતને લોખંડના પાઇપ વડે માર મારી મોત નિપજાવવાના હત્યા અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષી વિગેરે ધ્યાને રાખી બે આરોપીઓને આજીવન કેદની સજા તથા અન્ય એક આરોપીને પાંચ વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યા હતો જયારે અન્ય ત્રણ આરોપીઓને છોડી મુકવા અદાલતે હુકમ કર્યા હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણાની નાનીરાજસ્થળી ગામે ફોરેસ્ટની જગ્યા ફોરેસ્ટ ઓફીસરને દુધ દેવા માટે જઇ રહેલા બધ્ધેશભાઇ ઉફ ટીણાભાઇએ આ જંગલ વિસ્તારમાં કેટલાક શખ્સોને સસલાનો શિકાર કરતા હોય તેમને ના પાડતા ઉકત શખ્સોએ ઉશ્કેરાઇ જઇ બુધ્ધેશભાઇ ઉપર લોખંડના પાઇપ વડે હમલો કરી ઇન્ન પહોંચાડી તેમનું મોત નિપજાવેલ આ બનાવ અંગે મૃતકના કાકા રવિભાઇ અરવિંદભાઇ વાઘેલાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જે તે સમયે આ કામના આરોપીઓ મુળજીભાઇ ઉફ મુળેશ બચુભાઇ મકવાણા (ઉ.વ.૨૦), રામકુ ભકાભાઇ મકવાણા (ઉ.વ.ર૪), બુધાભાઇ ઉર્ફ બુધ્ધેશ મનજી મકવાણા (ઉ.વ.ર૪), રમેશ ઉર્ફ નાનજી જીણાભાઇ મકવાણા (ઉ.વ.૧૯), સંજય ચકાભાઇ મકવાણા (ઉ.વ.૨૦), હકાભાઇ ચકાભાઇ મકવાણા (ઉ.વ.૨૩), સહિતના ૬ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૧૧૪, જીપીએકટ ૧૩૫ મુજબો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડોસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતામાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા-૧૭, દસ્તાવેજી પુરાવા-૫૧, વિગેરે ધ્યાને રાખી આરોપી મુળજી ઉર્ફે મુળેશ બચુભાઇ મકવાણા અને રામકુ ભકાભાઇ મકવાણા સામે ઇપીકો કલમ ૩૦૨ મુજબા શીક્ષાપાત્ર ગુનામાં આજીવન કેદની સજા અને રોકડા રૂ. પ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા જયારે અન્ય આરોપી બ્ધા ઉર્ફે બધ્ધેશ મનજી મકવાણા સામે ઇપીકો કલમ ૩૨૫ મુજબના ગુના સબબ પાંચ વર્ષની કેદની સજા અને રોકડા રૂ. ૩ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા અદાલતે ફટકારી હતી.

(11:39 am IST)