Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગીંગણી ગામે કૂવો ગાળતા યુવાન ઉપર ચરખાનો ભાગ પડતા મોત

જામનગરમાં જુગાર રમતા ૪ મહિલા સહિત ૧૫ ઝડપાયાઃ પત્નિને મેસેજ કરતા યુવાનને ના પાડતા ધોકો માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: ગીંગણી ગામે રહેતા રાજેશ કાલીદાસભાઈ મારવડીયા, ઉ.વ.૪૬ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  દિનેશભાઈ સોહનભાઈ રાઠોડ, ઉ.વ.૧૯, રે. દેવલીકલા, તા.રાયપુર, જિ.પાલી(રાજસ્થાન) વાળો તથા તેના પરીવારે ગીંગીણી ગામે આવેલ જાહેર કરનાર રાજેશભાઈની ખેતી જમીનમાં કુવો ગારવાનું કામ રાખેલ હોય અને દિનેશભાઈ કુવાની અંદર કામ કરતા હોય અને ડોલી(ચરખી) ગાર ભરેલ ઉપર કુવા બાર આવતી હોય અને અચાનક ચરખીની સાપટીંગ તુટી જતા ચરખી પડતા માથામાં લોહી નીકળતા તથા શરીરે ઈજા થતા મૃત્યુ પામેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જાવેદભાઈ કાસમભાઈ વજગોળ એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના સિઘ્ધાર્થનગર, શેરી નં.૧, વિશાલ હોટલ પાછળની ગલીના ખુણે સામે જાહેર રોડ પર ભગવતીબા જયેન્દ્રસિંહ જાડેજા, મનીષાબા ઉર્ફે મનુબા સુરેન્દ્રસિંહ જાડેજા, આરતીબા વિજયસિંહ કેર, રાધીકાબા જયેન્દ્રસિંહ જાડેજા, રાયાભાઈ કુંભાભાઈ મસુરા, ભીમશીભાઈ અરજણભાઈ ભાટીયા, ભુપેન્દ્રસિંહ ઉર્ફે કિશનસિંહ જયેન્દ્રસિંહ જાડેજા રે. જામનગરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧ર,૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધોકાવી નાખ્યો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખોડાભાઈ ઉર્ફે કારો ખીમજીભાઈ ખીમસુરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખોડાભાઈની પત્નીને આરોપી મહેશભાઈ ગોવિંદભાઈ મકવાણા ખોટા મેસેજ કરતો અને તેઓના ઘર પાસે આવી માથાકુટ કરતો હોય જેથી ફરીયાદી ખોડાભાઈએ મેસેજ કરવાની ના પાડતા આરોપી મહેશભાઈ ગોવિંદભાઈ મકવાણા એ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી ખોડાભાઈને કપાળના ભાગે લાકડીનો એક ધોકો મારી તેમજ વચમા બચાવવા પડેલ સાહેદ ભારતીબેનને ગાલ પર એક લાકડીનો ધોકો મારી બંન્નેને મુઢ માર મારી તેમજ આરોપી ગોવિંદભાઈ નથુભાઈ મકવાણા તથા નીતીનભાઈ ગોવિંદભાઈ મકવાણા એ પાછળથી આવી ત્રણેય આરોપીઓએ મળી ફરીયાદી ખોડુભાઈ તથા સાહેદોને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

લૈયાર ગામના પાદરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, લૈયારા ગામના પાદરમાં જાબીડા જવાના રસ્તે બાવળની ઝાડીમાં આરોપીઓ ધીરૂભાઈ લવજીભાઈ વાડોદરીયા, ઈસ્માઈલભાઈ હાસમભાઈ ખીરા, માનસીંગભાઈ રઘુભાઈ વાઘેલા રે. ધ્રોલવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬૯૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના અશોક સમ્રાટનગર, મહારાજની દુકાન બાજુમાં આરોપીઓ ભરતભાઈ કાશીરામ ગાઈકવા, સંજય જગદીશભાઈ ડેરે, અજય અજબરાવ જાદવ, રાજેશભાઈ ધનજીભાઈ પટણી, ગોરધનભાઈ લક્ષ્મણભાઈ ઈગળે, રે. જામનગરવાળા ઘોડીપાસા ના પાસા વડે હારજીત કરી પૈસાની લેતીદેતી કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ.પ૦૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:49 pm IST)