Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા લોકોને કોરોનાની રસી લેવા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાનો અનુરોધ

દેવભૂમિ દ્વારકા, તા. ૧ :  નોવેલ કોરોના વાઈરસ  રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોવિડ-૧૯ ની મહામારીને પહોચી વળવા જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ૪પ વર્ષથી વધારે વય ધરાવતા તમામ વ્યકિતઓ માટેકોવિડ-૧૯રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.

કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં તા.૩૦/૦૩/ર૦ર૧ સધુીમાં ૩૪પ૬ હેલ્થકેર વર્કરો, ૬૧૪૮ ફ્રન્ટલાઈન વર્કરો, ૬૦ વર્ષથી વધારે વય ધરાવતા ૩૬૩૯૭ વ્યકિતઓ તેમજ ૪પ થી પ૯ વર્ષની વય જુથ ધરાવતા ૧૪પરપ વ્યકિતઓ આમ જિલ્લામાં કુલ ૬૦પર૬ વ્યકિતઓને રસીકરણ કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સરકારી સંસ્થાઓ જનરલ હોસ્પીટલ-ખંભાલીયા, સરકારી હોસ્પીટલ-દ્વારકા, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ગ્રામ્ય કક્ષાએ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ રસીકરણ માટે સેશન સાઈટો કાર્યરત કરવામાં આવેલ છે. સરકારી સંસ્થાઓમાં આ રસી નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ સરકારશ્રી દ્વારા નિયુકત થયેલ પ્રાઈવેટ હોસ્પીટલો (૧) સાકેત હોસ્પીટલ -ખંભાલીયા અને (ર) રાણીંગા ઓર્થોપેડિક હોસ્પીપટલ -ખંભાલીયામાં પણ આ રસી રૂ.રપ૦/- માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આ કોવિડ-૧૯ રસીકરણ માટે ૪૫ વર્ષથી વધારે વય જુથમાં તથા કેટેગરીમાં આવતા ઈચ્છુક વ્યકિતઓએ આરોગ્ય સેતુ એપ્લીકેશન અથવા કોવિન વેબ એપ્લીકેશન https://selfregistration.cowin.gov.iઁ  ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જો કોઈ વ્યકિત ઓનલાઈન નોંધણી ન કરાવી શકે તો ઉપર દર્શાવેલ કોવિડ-૧૯ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને નોંધણી કરાવી રસીકરણ કરાવી શકશે. આ નોંધણી માટે લાભાર્થીએ પોતાનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર જેવા કે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાનકાર્ડ વિગેરે પૈકી કાઈ પણ એક ઓળખપત્ર સાથે લઈ જવાનું રહેશે.

(1:04 pm IST)