Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં હજુ પણ વેઇટીંગ

મેડિકલ સ્ટાફની અછતના કારણે કર્મચારીઓમાં સતત દોડધામ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧ : ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ૫૪ બેડ સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તેમાં સરપ્લસ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત પણ દર્દીઓ આવી રહ્યા હોય વેઇટિંગમાં કલાકો રાહ જોવા મજબૂર બન્યા છે સ્ટાફની હાલત પણ બદતર છે ઓછા સ્ટાફને કારણે કામનું ભારણ વધ્યું હોય તાણીયા તૂટી રહ્યા નથી.

દાતાઓની દાતારીના લીધે સિવિલ હોસ્પિટલને રેપિડ ટેસ્ટીંગ કીટ સહિતના સાધનસામગ્રી ઉપલબ્ધ થઇ રહી છે ઓકિસજન પણ પૂરો મળી રહે તે માટે આગેવાનો સતત જાગૃતતા રાખી રહ્યા છે પરંતુ કોવિડ હોસ્પિટલમાં સરપલ્સ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય ઉપરાંત વધુને વધુ દર્દીઓ આવી રહ્યા હોય સમાવેશ કરવા મુશ્કેલ બન્યું છે. મેડીકલ કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કામનું ખૂબ ભારણ છે છેલ્લા કેટલા દિવસોથી ભૂખ, ઊંઘ કે આરામ શું છે તે ભૂલી ગયા છીએ મેડિકલ સ્ટાફની ભરતી થવી જોઈએ તે અત્યંત જરૂરી છે જો કોઈ દર્દીને સારવાર આપી ન શકીએ તો અમને પણ દિલમાં ખૂબ રંજ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફની હાલાકી અંગે આરોગ્ય તંત્ર ગંભીરતા જાળવી સત્વરે યોગ્ય ઉકેલ માટે માંગ ઉઠવાં પામી છે.

(10:38 am IST)