Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કવિ દાદબાપુના નિધનથી સાહિત્ય જગતને કયારેય ન બુરાય તેવી ખોટ પડી છેઃ દેવરાજ ગઢવીની સ્વરાંજલિ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. ડાયરાની દુનિયામાં સૌરાષ્ટ્ર-કચ્છ, કાઠીયાવાડ અને દેશ-વિદેશમાં એક લોકસાહિત્યકાર તરીકે જેમનું અગ્રીમ હરોળમાં નામ છે તેવા ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી (ગૌરવ પુરસ્કાર સન્માનીત) એ પદ્મશ્રી દાદબાપુના નિધન અંગે દુઃખ વ્યકત કરતા શ્રધ્ધાસુમન અર્પણ કરી.

દેવરાજભાઇએ જણાવેલ કે વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડ અને દેશ-વિદેશમાં જુદા જુદા નામાંકિત લોકસાહિત્યકારો વાર્તાકારો, દુહા, છંદ, ભજન અને લોકસાહિત્યની વાતોના યોજાતા ડાયરાના કાર્યક્રમમાં જે વિરસે છે જેને સાહિત્ય પ્રેમી લોકો ખુબજ રસપૂર્વક પરિવાર સાથે સાંભળે છે માણે છે તેવા  મોટા ભાગના સાહિત્ય દાદાબાપુ રચિત તેમની દેન છે તેમની કેટલીક જાણીતી રચનાઓમાં કાળજા કેરો કટકો, ઘડવૈયા મારે ઠાકોરજી વિગેરે જાણીતી છે.

(11:41 am IST)