Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સાણથલી વિસ્તારની મુલાકાતે કુંવરજીભાઇ બાવળીયા

રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, વિજળી સહિતના પ્રશ્નો અંગે આગેવાનો, સરપંચો સાથે ચર્ચા

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧: જસદણ તાલુકાના સાણથલી વિસ્તારના સાણથલી, જુના પીપળીયા, પ્રતાપપુર, ઝુંડાળા, રાણપરડા, ઈશ્વરીયા, કાનપર, જસાપર, પાંચવડા, જીવાપર, આટકોટ સહીતના ગામડાઓની મુલાકાત વિસ્તારના ધારાસભ્ય અને રાજય સકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત કરી હતી.

મુલાકાત દરમ્યાન સાણથલી ગામે નવા મંજુર થયેલા સી.એચ.સી. માટેના પ્લાન રીવાઈઝ કરી કામગીરી શરૂ કરવા માટે પી.આઇ.યુ ના જવાબદાર અધિકારીને સુચના કરી હતી, રાણપરડા ગામે પાઈપલાઈન નાખવાના કામના વરસો જુના પ્રશ્નનો ઉકેલ લાવી કામનું ખાતમુર્હત કર્યું હતું, જીવાપર ગામે પી.એચ.સી. ના સ્થળ પસંદગી અંગે ગામના સ્થાનીક સરપંચ, આગેવાનો અને પી.આઇ.યુ ના જવાબદાર અધિકારીને સાથે રાખી યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો હતો, ડોડીયાળા-મેધપર રસ્તાની વિલંબીત કામગીરી સત્વરે હાથ ધરી પુર્ણ કરવા માટે લગત વિભાગના અધિકારીઓને સુચનાઓ કરી હતી, કરમાળ કોટડાથી ખોડીયાર મંદિર કાનપર સુધીના મંજુર થયેલ રસ્તાની કામગીરી તાત્કાલીક શરૂ કરવા અને નવા-જુના જસાપર બે ગામને જોડતા સુવિધાપથ સદરેના કામને શરૂ કરવા અંગે માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને તાકીદ કરી હતી.

કોરોના મહામારીના સમય દરમ્યાન સાણથલી વિસ્તારમાં આવેલ સી.એચ.સી./પી.એચ.સી. ના ડોકટર સહીતના કર્મચારીઓએ કોઈપણ જાતના ડર રાખ્યા વગર લોકોના આરોગ્ય પ્રત્યે રાખવામાં આવેલ કાળજીને કર્મચારીઓને રૂબરૂ મળી બિરદાવી-પ્રોત્સાહીત કર્યા હતા, કોરોના કાગળ દરમ્યાન જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જેઓને સાથે બેસી, તેમના પ્રત્યે દુઃખની લાગણી વ્યકત કરી આશ્વાસન આપ્યા હતા ઉપરાંત તૌકતે વાવાઝોડા દરમ્યાન વિસ્તારમાં ખોરવાઈ ગયેલા વિજ પુરવઠાના પ્રશ્નો અને આવાસને થયેલ નુકશાની અંગે લગત વિભાગના અધિકારીઓને સાથે રાખી ગામોની મુલાકાત કરી સમય મર્યાદાઓમાં કામગીરી હાથ ધરી પુર્ણ કરવા સુચનાઓ કરી હતી.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સાણથલી વિસ્તારના પ્રવાસ દરમ્યાન મનસુખભાઈ હીરપરા, મનસુખભાઈ ડામચીયા, સુનિલભાઈ ખોખરીયા, હસુભાઈ વસાણી, બાબભાઈ રોજાસરા, બાબુભાઈ ખીસરીયા, વિરાભાઈ ગરણીયા, મનસુખભાઈ જાદવ, ભાવેશભાઈ વેકરીયા, મનુભાઈ ગીડા, ભાવેશભાઈ રાદડીયા,મહેશભાઈ વાણીયા, લલીતભાઈ મારકણા, જગાભાઈ માલધારી, હરેશભાઈ વોરા, છગનભાઈ શીગાળા અને મનસુખભાઈ રામાણી સહીતના આગેવાનો પ્રવાસ દરમ્યાન હાજર રહયા હતા.

(11:50 am IST)