Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કેશોદ નગરપાલિકા ફાયર વિભાગની ભરતીમાં થયેલ ફરીયાદનો સુખદ અંત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧: કેશોદ નગર પાલિકા ફાયર વિભાગમાં ભરતી અંગે આક્ષેપ પ્રતી આક્ષેપનો વાદ વિવાદ ઘણાં સમયથી સર્જાયોછે. અગાઉ પણ આવેદન પત્રો આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતુ કે ફાયર વિભાગમાં થયેલ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. જ્‍યારે નગર પાલિકા સતાધિશો દ્વારા એવું જણાવવામાં આવી રહયુછે કે સરકારશ્રીના નિયમોનુસાર ભરતી કરવામાં આવીછે એવુ જણાવાયુ હતુ.

   આ ભરતી પ્રકરણમાં નગરપાલિકા પ્રમુખના દિયર સામે ભરતી માટે સાત લાખ રૂપીયાની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે સાંગરસોલાના દિનેશભાઈ ચાવડાએ એસીબીમાં લેખિત ફરીયાદ નોંધાવી હતી.  આ બાબતે પ્રતીક ઉપવાસ ઉપર બેસવાના હતા. જે બાબતે આગેવાનો અને નગરપાલિકા સતાધિશો દ્વારા ફરીયાદના પત્રના ભવિષ્‍યની બાંહેધરી આપતા સુખદ સમાધાન થતાં પ્રતીક ઉપવાસ અને નગરપાલિકા સામે કરેલ આક્ષેપો અને ફરીયાદ પાછી ખેંચવા તૈયારી બતાવતા આમ ઘણા સમયથી ચાલતાં વાદ વિવાદનો સુખદ અંત આવ્‍યાનું બહાર આવેલ છે.

(10:54 am IST)