Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કોટડાના રાજપીપળામાં ભરવાડ સાળા-બનેવી પર ખપારીથી હુમલો

સામે હેમત કોળી પણ ઘવાયોઃ બકરા ખેતરમાં ઘુસી જતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧: ગોંડલના મોટા દડવા ગામે રહેતાં વેલાભાઇ મંગાભાઇ જોગસવા (ભરવાડ) (ઉ.૫૫) અને તેના સાળા ભૂપતભાઇ સવાભાઇ ઝાપડા (ઉ.૪૫) સાંજે ચારેક વાગ્‍યે કોટડા સાંગાણીના રાજપીપળા ગામની સીમમાં બકરા ચરાવતાં હતાં ત્‍યારે ત્‍યાં વાડી ધરાવતાં હેમત કુરજી, ભરત કુરજી સહિતે ખપારીથી હુમલો કરતાં બંનેને ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. સામા પક્ષે હેમત કુરજીભાઇ પરમાર (કોળી) (ઉ.૩૫) પણ પોતાને અજાણ્‍યા લોકોએ લાકડીથી ફટકાર્યાની રાવ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો. વેલાભાઇના સગાના કહેવા મુજબ બકરા ચરતાં ચરતાં હેમતની વાડીમાં જતાં રહેતાં આ માથાકુટ થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.

 

(11:55 am IST)