Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

લાઠી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભગવો લહેરાયો : ભાજપના ૧૬ સભ્‍યો બિનહરીફ

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને લાઠી યાર્ડના પ્રમુખ રાજુભાઇ ભૂતૈયાની મહેનત રંગલાવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧ : જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના નેતૃત્‍વમાં અને સતત માર્ગદર્શનમાં તેમજ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને યાર્ડના પ્રમુખ રાજુભાઈ ભુતૈયાંના ત્રણ ટર્મના સફળ નેતૃત્‍વમાં લાઠી માર્કેટ યાર્ડની યોજાયેલ ચૂંટણીમાં ભગવો લહેરાયો છે.

ભાજપના ૧૬ સભ્‍યો બિનહરીફ થયા હતા. આ ચૂંટણીમાં વિરોધી ગૃપને ન  ઉમેદવારો મળ્‍યા ન તો ટેકેદારો મળ્‍યા. આ ચુંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના સતત માર્ગદર્શનમાં યોજાઈ હતી.લાઠી યાર્ડના પ્રમુખ રાજુભાઈ ભૂતૈયાની મહેનત રંગલાવી હતી.

આ સમાચાર મળતાં ભાજપના સભ્‍યો અને કાર્યકરોએ મોં મીઠા કર્યા હતા અને ચૂંટાયેલા સભ્‍યો અને જિલ્લા ભાજપના આગેવાનો પૂર્વ મંત્રી ᅠબાવકુભાઈ ઉંધાડ સાંસદ નારણભાઇ ᅠતેમજ સહકાર શિરોમણિ દિલીપભાઈએ જિલ્લા બીજેપી પ્રમુખ કૌશિકભાઈ અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને યાર્ડના પ્રમુખ રાજુભાઈ ભૂતૈયાંને અભીનંદન આપ્‍યા હતા.

(1:01 pm IST)