Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જાફરાબાદના ભાકોદરમાં કેબલની ચોરી કરનાર ૩ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧ :  જાફરાબાદ,જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે આવેલ સતનામ ગ્‍લોબલ ઇન્‍ફા પ્રા.લી. કંપનીના ડીઝલ જનરેટરમાંથી કમ્‍પ્રેસનમાં રહેલ ફ્‌લેક્‍સિબલ કોપરનો કેબલ આશરે ૫૦ ફુટ, જેની અંદાજે કિંમત રૂ.૩૦,૦૦૦ની ચોરી કરનાર  ચકુરભાઇ ભાણાભાઇ શિયાળ, પુનાભાઇ હામાભાઇ શિયાળ, ડાયાભાઇ નથુભાઇ ભીલને પ્‍લાસ્‍ટીકના બાચકામાં ભરેલ ચોરીના કેબલ વાયર સાથે પકડી પાડેલ છે અને પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ જાફરાબાદ પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.

ઇજા

અમરેલી તાલુકાના ગાવડકા ગામ નજીક નિતીનભાઇ કાનજીભાઇ ચોૈહાણ ઉ.વ.૩૦ રહે.અમરેલી.પોતાના ટ્રકમાં ડિઝલ ખલાશ થઇ જતા માંડવડા ફોરવ્‍હિલ જીજે ૦૫ જેબી ૨૫૬૮ લઇને જતા હતા ત્‍યારે અજાણ્‍યા ટ્રેકટરના ચાલકે પુરફઝડપે અને બેફીકરાઇથી ચલાવી કાર સાથે ભટકાવી નિતીનભાઇને તેમજ ઘાર્મિકભાઇ ચંદુભાઇ ગોહીલને ઇજા કરી ભાણેજ દક્ષભાઇ જયેશભાઇ ચાવડાને પગમાં ફેકચર કરી ટ્રેકટર લઇ નાસી ગયાની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે ડુંગર ઉપર આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં કોઇ તસ્‍કરોએ ગર્ભગૃહમાં પ્રવેશી પંચઘાતુ ના નાગદાદા રૂા.૨૧,૦૦૦, છતર રૂા.૩૦૦૦, ચાંદીના નાના છતર રૂા.૩૦૦૦ તેમજ પાર્વતી માતાજીને ચડાવેલ બે ચાંદીના હાર તથા મુંગટ રૂા.૨૦૦૦, સીસીટીવી કેમેરા પાંચ નંગ તેમજ ડિવીઆર ૧નંગ રૂા.૧૫,૦૦૦ મળી કુલ રૂા.૪૪,૦૦૦ ની ચોરી કરી ગયાની સુરેશભારતી ગોસ્‍વામીએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

સાવરકુંડલા હાથસણી રોડ વિરમેઘમાયાનગરમાં મહેશભાઇ આલાભાઇ ખીમસુરીયા ઉ.વ.૩૫ ને વિકી વેગડા સાથે બોલાચાલી અને ઝઘડો થયેલ જેનું મનદુઃખ રાખી ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા અને જતુ રહેવાનું જણાવતા ઉશ્‍કેરાઇ પાઇપ વડે અને ઢીકાપાટુનો માર મારી પત્‍ની સોનલબેનને મુકતાબેને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્‍યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગંભીર

બાબરા બસ સ્‍ટેશન પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલક દ્વારા અજાણીયા સાધુ ને હડફેટે લેતા માથાં ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ટ્રક ચાલક નાસી જવાની કોશિશ કરતા લોકો એ પકડી પાડયો હતો ટ્રક કચ્‍છનો પાસીગ નો હતો લોકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસના હોવાને કર્યો હતો જાણવા મલતી વિગતો મુજબ સાધુ રાજકોટ જીલ્લા ના હતા ભોલા ગીરી નામ હતુ રાષ્ટ્રીય સંધ સુરક્ષા સમિતિ ના સભ્‍ય હતા એમના ખીસ્‍સામાંથી કાર્ડ મળી આવ્‍યું હતું સાધુની સારવાર બાબરા સરકારી દવાખાનામાં કરવામાં આવી રહી હતી.

માર માર્યો

બગસરા તાલુકાના હાલરીયા ગામે રહેતા દિનેશભાઇ નાજાભાઇ વાઘેલા ઉ.વ.૩૭ ની પત્‍ની ઘર બહાર એઠવાડ નાખવા જતા હતા ત્‍યારે દિનેશ ભગાભાઇ, પ્રેમજી ભગાભાઇ માઘડ જાહેરમાં ગાળો બોલતા પતી પત્‍નીએ ગાળો બોલવાની ના પાડતા પગમાં પાઇપ મારી ફેકચર કયા ર્ની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:54 pm IST)