Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પોરબંદરમાં કોરાનાનો વધુ ૧ કેસ

લોકોને માસ્‍ક પહેરવા તથા સાવચેતી રાખવા આરોગ્‍ય અધિકારીની અપીલ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ : સરકારી હોસ્‍પિટલમાં કોરાના પોઝીટીવનો વધુ એક કેસ આવ્‍યો છે, જિલ્‍લામાં અત્‍યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસોનો આંક ૪૦પ૮ પહોચ્‍યો છે.

ગઇકાલે ૭૧૦ વ્‍યકિતઓને ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં છાંયાના એક યુવાનનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યો હતો. અત્‍યાર સુધીમાં કોરાના ટેસ્‍ટનો કુલ આંક ૩૭પ૯૯ર પહોચ્‍યો છે. સરકારી હોસ્‍પિટલના અધિકારીએ લોકોને માસ્‍ક પહેરવા સહિત સાવચેત રાખવા અપીલ કરવામાં આવી છે.

(2:19 pm IST)