Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જામનગર લોહાણા મહાજનને ‘શ્રેષ્‍ઠ મહાજન'નો એવોર્ડ

લોહાણા સમાજની વૈશ્વિક સંસ્‍થા તરફથી

જામનગર,તા. ૧: લોહાણા મહાજનને રઘુવંશી સમાજની વૈકિ સંસ્‍થા લોહાણા મહાર્પારિષદનો પ્રતિષ્‍ઠીત ‘શ્રેષ્‍ઠ લોહાણા મહાજન'નો એવોર્ડ સાંપડયો છે. આ એવોર્ડ મેળવીને જામનગર લોહાણા મહાજન' ગુજરાતભરના રઘુવંશી સમાજને ગૌરવાંકિત કર્યો. છે.

લોહાણા મહાપરિપઠ તરફથી પ્રતિ વર્ષ અલગ-અલગ સંસ્‍થા- વ્‍યકિતઓને એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવે છે જેમાં વિવિધ સેવાકિય અને રચનાત્‍મક કાર્યો. કરવા સાથે તમામ પરિવારોને સાથે જોડવાની પ્રવૃતિઓ કરનાર લોહાણા મહાજનને ‘શ્રેષ્‍ઠ લોહાણા મહાજન' એવોર્ડથી નવાજવામાં આવે છે. તાજેતરમાં નાસીક ખાતે યોજાયેલી લોહાણા મહાપરિષદની બેઠકમાં જામનગર લોહાસ્‍ણા મહાજનને ‘શ્રેષ્‍ઠ લોહાણા મહાજન'નો એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્‍થિત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને ખજાનચી અરવિંદભાઈ પાબારીએ આ એવોર્ડ સ્‍વિકાર્યા હતો.

જામનગર લોહાણા મહાજન દ્વારા સહયોગી સંસ્‍થા રઘૂવશી કર્મચારી મંડળને સાથે રાખીને ર્મા કર્ડ, બીન અનામત આયોગ પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રધાનમંત્રી વીમા યોજના, આધાર કાર્ડ, વૃધ્‍ધ પેન્‍સન, આયૃષ્‍યમાન કાર્ડ, શૈક્ષણિક સ્‍કોલરશીપ જેવી સરકારી ચોજનાઓ માટે ચાર હજારથી વધુ લાભાર્થીઓને સહાયભૂત બનવા કાર્ય કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત જામનગર લોહાણા મહાજન દ્વારા વેવિશાળ કેન્‍દ્ર મારફત ૧૫૦૦ જેટલા લગ્નોત્‍સુક યુવક-યૂવતિઓની માહિતીનું આદાન-પ્રદાન કરવું, આદર્શ લગ્ન યોજના, શૈક્ષણિક અને આરોગ્‍ય સહાય, રોજગાર સહાય, રાશન કિટ વિતરણ જેવી પ્રવૃતિઓની. સાથે જલારામ જયંતિની સાંસ્‍કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી, સમુહ મહાપ્રસાદ, થેલેસેમીયા ટેસ્‍ટ, નવરાત્રી પર્વની ઉજવણી, રમત-ગમત સ્‍પર્ધા, સરસ્‍વતી સન્‍માન સમારોહ, વિજયા દરામીએ શષા પૂજન, વડીલ વંદના રથ મારફત વડીલોને દર્શન થકી ધર્મલાભ, વડીલ સન્‍માન, રોગ નિદાન યજ્ઞ, નેત્રયક્ષ જેવી વિવિધ પ્રવૃત્તિ સાધે નાના-મોટા ગામના અને જામનગર શહેરના રઘુવંશી, સમાજને, સૂસંગઠીત કરવા માટે આ એવોર્ડ સાંપડયો છે. જામનગર લોહાણા મહાજનના હોદેદારો પ્રમુખ જીતૂભાઇ લાલ, ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણી, મંત્રી રમેશભાઈ દત્તાણી, ટ્‍ેઝરર અરવિંદભાઈ પાબારી અને ઓડીટર હરેશભાઈ રાયઠઠ્ઠાની આગેવાનીમાં આ સિદ્ધી હાંસલ કરી છે. નાસીક ખાતે આ એવોર્ડ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણીની ઉપસ્‍થિતિ વચ્‍ચે એવોર્ડના દાતા કિશોરભાઈ આથા (આથા ગ્રૂપ) પરિવારના સભ્‍યો તથા જ્ઞાતિ શ્રેષ્‍ઠીઓના હસ્‍તે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને ખજાનચી અરવિંદભાઇ પાબારીને અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે લોહાણા મહાપરિષદની મહિલા વીંગના અધ્‍યક્ષ, શ્રીમતી. રસમીબેન વિઠલાણી, તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ મહેન્‍દ્રભાઈ ઘેલાણી, ધર્મેશભાઈ હરીયાણી, જીતુભાઈ ઠક્કર (નાસીક) સહિતનાઓ સાક્ષી બન્‍યા હતાં.

(2:16 pm IST)