Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી અને માળીયામાં બે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે ઝડપાયા.

 મોરબી એલસીબીએ આજે મોરબી તાલુકા, માળીયા તાલુકા વિસ્તારમાંથી બે દેશી હાથ બનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ નંગ-૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦ ના મુદામાલ સાથે બે બે આરોપીને ઝડપી લીધા હતા. તેમજ મોરબી તાલુકા તથા માળીયા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગેરકાયદે હથિયાર રાખવા બદલ આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં અગામી મહોરમ, રક્ષાબંધન તથા જન્માષ્ટમી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે સારૂ જિલ્લમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સારી રીતે જળવાય તે માટે એલસીબી પોલીસ ઇન્સ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા પોસબ.ઇન્સ.એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના માણસો જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો ઉપર વોચ તપાસ રાખી ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવાની કામગીરી કરવા પ્રયત્નશીલ હતાં તે દરમ્યાન HC શકિતસિંહ ઝાલા, PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમારને સયુકત મળેલ ખાનગી બાતમી હકિકત આધારે મોરબી માળીયા ને.હા.રોડ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્યલક્ષ્મી હોટલ પાસે જાહેર રોડ ઉપરથી નરસીગ ઉર્ફે નારણ ઇડુસીંગ દરીયાસીંગ ચૌહાણ (ઉવ-૩૫ ધંધો-મજુરી રહે.જળઆંબલી ગામ, આંબલી ફળીયુ તા.ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ હાલ લક્ષ્મીનગર તા.જી. મોરબી)ને દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦ સાથે તેમજ માળીયા વિસ્તારમાં માળીયા મિ. સંધના પેટ્રોલપંપ પાસે જાહેરરોડ ઉપરથી ફારૂકભાઇ નુરઅલી મોવર (રહે. માળીયા મિ. સંઘના પેટ્રોલપંપ પાસે)ને દેશી હાથબનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ નંગ-૦૧ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો.

 

(9:47 pm IST)