Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી હળવદ રોડ પર આઈટીઆઈ નજીકથી બાઇકમાં દારૂની હેરાફેરી : આરોપી ઝડપાયો

ઈંગ્લીશ દારૂની ૦૮ બોટલ દારૂ અને બાઈક સહિતનો મુદામાલ કબજે

મોરબી હળવદ રોડ પર આઈટીઆઈ નજીકથી પોલીસે બાઈકમાં ઈંગ્લીશ દારૂની ૦૮ બોટલ લઇ જતા શખ્શને ઝડપી લઈને દારૂ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ હાઈવે રોડ પર આઈટીઆઈ આગળ ઉમા રેસીડેન્સી નજીક કાચા રસ્તા પાસે બાઈક જીજે ૩૬ એબી ૦૨૪૪ ને રોકીને તલાશી લેતા બાઈક સવાર આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૨) રહે ઉમા ટાઉનશીપ સામે અનંતનગર મોરબી ૨ વાળાને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૮ કીમત રૂ ૫૫૫૦ મળી આવ્યો હોય જેથી દારૂ અને બાઈક સહીત કુલ રૂ ૩૦,૫૫૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

 

(9:52 pm IST)