Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વાંકાનેરના જાણીતા ફોટોગ્રાફર ઘરે રાજ્ય મંત્રી મેરજા બન્યા મેહમાન : મંત્રી અને તેમના પિતાનું ચિત્ર દોરી ભેટમાં આપ્યું.

ચિત્રકાર ભાટી એન.ના ઘરે જઈને બ્રિજેશભાઈ મેરજાએ ચિત્રો સ્વીકારી ચિત્રકારને બિરદાવ્યા

મોરબી : વાંકાનેરના જાણીતા ફોટોગ્રાફર અને ચિત્રકાર ભાટી એન.એ ઘણા બધા લોકોના ચિત્રો અને અન્ય ચિત્રો દોરીને આ ક્ષેત્રમાં ખૂબ જ નામના મેળવી છે. ત્યારે હાલમાં જ ભાટી એન. દ્વારા ગુજરાત સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને તેમના પિતાનું ચિત્ર દોરીને ભેટમાં આપવામાં આવ્યું હતું.

આ અંગે ભાટી એન.એ જણાવ્યું હતું કે, બ્રિજેશભાઈ  મેરજા હંમેશા મારા જેવા કલાકારોને દિલમાં અગ્રસ્થાન આપે છે. અને મારે તેઓની સાથે પારિવારિક સંબંધ પણ છે. ત્યારે મેં તેમનું અને તેમના પિતાજીનું ચિત્ર દોર્યું હતું આ ચિત્ર હું તેઓને ભેટ આપવા ઈચ્છતો હતો. તેથી ખુદ બ્રિજેશ મેરજા પરિવાર સાથે મારા ઘરે આવી પરિવારજનોને મળીને આ ચિત્રો સ્વીકાર્યા હતા અને આનંદની લાગણી અભિવ્યક્ત કરી હતી.

 

(10:12 pm IST)