Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કચ્છના ગૌવંશ માં પ્રસરાયેલી લમ્પી વાયરસ, અને તેની બચાવ કામગીરી સઘન બનાવવા ૧૦૦% રસીકરણ માટે રજુઆત કરતાં સાંસદ વિનોદ ચાવડા

ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ જેવી થાય તેમજ વધુ ને વધુ પશુવાન ની પણ આવશ્યકતા

    (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ 

રાજયભરમાં ગૌધન – ગૌવંશમાં લમ્પી વાયરસ ફેલાવવા થી ગાયોનું મરણ આંક વધી રહ્યો છે. ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ગુજરાત ભરના પશુધન માં લમ્પી વાયરસ ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ૫ લાખ ૩૪ હજાર જેવુ ગૌ ધન કચ્છમાં છે, ૧ લાખ પચાશ હજાર જેવા ગૌધન બચાવ માટે રસીકરણ થયેલ છે. હાલમાં ૭૦ થી ૭૨ તબીબી ટીમો – સ્વયંમ સેવકો ને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે. આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ મારા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિત બધાને રજુઆત કરેલ છે. ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ જેવી થાય. વધુ ને વધુ પશુવાન ની પણ આવશ્યકતા છે. આ બાબતે પશુપાલકો, જન પ્રતિનિધિઓ ગૌ શાળા સંચાલકો ની રજુઆતો ને લઈ આજે પણ પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી છે. વધુ તબીબી ટીમો, ૧૦૦% રસીકરણ, જન જાગૃતી અને સાવચેતી ના પગલા ગ્રામ્ય સ્તર સુંધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓ આ વાયરસ થી બચાવી શકાય તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું.

(9:32 am IST)