Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામકંડોરણાના ચરેલમાં દલિત સમાજના લાભાર્થીઓના ૧૦૦ ચો.વાર પ્‍લોટ મંજૂર થતા સામૂહિક હિજરત મોકૂફ

જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ૧૦૦ ચો.વાર પ્‍લોટના હુકમ આપવામાં આવ્‍યા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૧ : તાલુકાના ચરેલ ગામના સમસ્‍ત દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ ગાંધીનગર મુખ્‍યમંત્રીના કાર્યાલય ખાતે સામુહિક હિજરત અને અચોક્કસ મુદતના ઉપવાસ બાબતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી જીલ્લા લેન્‍ડ કમીટીમાં સાત લાભાર્થીઓના ૧૦૦ ચો.વાર પ્‍લોટ મંજૂર થતાં તેમને જેતપુર જામકંડોરણાના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ૧૦૦ ચો.વાર પ્‍લોટના હુકમ આપવામાં આવ્‍યા છે.
ગાંધીનગર ખાતે સામુહિક હિજરતનો કાર્યક્રમ મોકુફ રાખવાની લેખિત બાંહેધરી લેવામાં આવી હતી. આ સમયે જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરીયા, અનુ.જાતિ મોરચાના જયંતીભાઇ ચુડાસમા, સામાજીક અગ્રણી બાવનજીભાઇ બગડા, એડવોકેટ દેગડાભાઇ હાજર રહ્યા હતા.

 

(10:45 am IST)