Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પડધરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયાઃ એક ભાગ્યો

રાજકોટ તા. ૧ઃ પડધરીમાં જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પડધરી મેઇન બજારમાં મેઘરાજ ટ્રાન્સ્પોર્ટવાળી બંધ શેરીમાં જુગાર રમતાો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ બી.એલ.ઝાલા તથા પો.કો. જસમતભાઇ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા રાજેશ ગોપાલભાઇ રાઠોડ રે. રજપુતવાસ પડધરી, સંજય તેજાભાઇ પરમાર રે.ડોડીયા પાર્ક પડધરી, હાર્દિક હિમતસિંહ ડોડીયારે. કોઠારીયા ગામ રાજકોટ રમણીક નાથાભાઇ ચૌહાણ રે. પડધરીને રોકડા રૃા.૪૦,૦૦૦ તથા મોબાઇલ મળી કુલ ૬૦,૯૦૦ ના મુદામલ સાથે ઝડપી લીધા હતા. જયારે વિજય ખીમજીભાઇ ડોડીયા નામનો શખ્સ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.(૬.૧૫)

(11:40 am IST)