Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કાલે જૂનાગઢ જીલ્લા સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ પરેશભાઇ જોષીની દ્વિતીય પુણ્‍યતિથિઃ વૃક્ષારોપણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : જૂનાગઢના એડવોકેટ અને જૂનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ પરેશભાઇ જોષીની કાલે દ્વિતીય પુણ્‍યતિથિ છે.

તે નિમિતે કાલે સાંજે ૫ કલાકે વાઘેશ્વરી વાડી જોષી નિવાસ સામે ગિરનાર રોડ જૂનાગઢ વૃક્ષારોપણનું આયોજન કરાયું છે. જેમાં કોર્પોરેટર આરતીબેન પી.જોષી તેજસ જોષી, મૃણાલજોષી, અને સમસ્‍ત બ્રહ્મ યુવ સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી અને બ્રહ્મસમાજના આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના રાજકીય, સામાજીક આગેવાનો પણ ઉપસ્‍થિત રહી વૃક્ષારોપણ કરી સ્‍વ.પરેશભાઇ જોષીની સેવાને યાદ કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે.

(1:24 pm IST)