Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વિસાવદરના જૂની ચાવંડ ગામે રાદડિયાની તૃતીય પૂણ્‍યતિથિ નિમિત્તે કેમ્‍પ યોજાયો

(યાસી બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧: તાલુકાના જુની ચાવંડ ગામે લેઉવા પટેલ સમાજ ખાતે લોકહૃદય સમ્રાટ-ખેડૂતોનાં લોકપ્રિય નેતા અને સહકારી ક્ષેત્રનાં અગ્રણી સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની તૃતીય પૂણ્‍યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્‍પ તેમજ વેકસિનેસન કેમ્‍પ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. લોકોએ વેક્‍સિનો પણ લાભ લીધો હતો. કેમ્‍પનું આયોજન જુનાગઢ જિલ્લા પંચાયત નાં ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી દ્વારા કરવામાં આવેલ.કેમ્‍પ દરમ્‍યાન ડો. ભરત ઝાલાવાડીયા,ડો. ભાવિન કાપડીયા,ડો. જલ્‍પા સુથાર,ડો.અલ્‍પેશ લખાણી,ડો. સીયાણી સહિતના આરોગ્‍ય વિભાગના કર્મચારીઓએ સેવા આપી હતી.સર્વરોગ નિદાન કેમ્‍પમાંᅠ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ,ᅠ જિલ્લા પંચાયતᅠ ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, જિલ્લા પંચાયત સદસ્‍યᅠ વિરેન્‍દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ કપુરિયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, અગ્રણી નરેન્‍દ્રભાઈ કોટીલા, વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયા, અગ્રણી કિશોરભાઈ ડોબરીયા, કાન્‍તીભાઇ સાવલીયા, તેમજ વિવિધ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થી આગેવાનોᅠ ઉપસ્‍થિત રહ્યા હતાસમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસાવદર ડાયમંડ એસોસિયેશનનાં પ્રમુખ અને જુની ચાવંડ ગામનાં યુવા આગેવાન વિજયભાઈ રીબડીયા, પ્રવિણભાઇ સુવાગિયા, સુરેશભાઈ ભેસાણીયા, સરપંચ જયસુખભાઇ, ઉપસરપંચ શામજીભાઈ રાદડીયા, વજુભાઈ કોરાટ સહિત ગ્રામપંચાયતના સભ્‍યશ્રીઓ તથા ગામનાંᅠ વડીલો તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(1:26 pm IST)